________________
પ્રતિબિંબિત થયાં. તેથી રાજાએ તે બન્નેને બોલાવી, પાંચ અંગની પહેરામણી આપવા પૂર્વક, તે બન્નેના વચન ઉપર છ— રાજાઓને છોડ્યા. પછી રાજાને વિચાર થયો, “મેં ઝાંઝણ મંત્રીને વરદાન આપ્યું હતું, અને તેણે જ પ્રથમ રાજાઓની યાચના કરી હતી, પરંતુ મેં તો તે બન્નેને તે રાજાઓ આપ્યા, તે મેં વ્યાજબી કર્યું ન કહેવાય. વળી, આ ઝાંઝણ મહામંત્રી છે અને મારો અતિથિ છે, તેથી તેના : મનમાં કાંઈ પણ ખોટું ન લાગે તેમ થવું જોઈએ.’ આ પ્રમાણે વિચારી તેણે તે મંત્રી પાસેથી કાંઈ પણ ધન લીધું નહીં. તે વખતે આભુએ બીજા છન્ના અર્ધ એટલે અડતાલીશ લાખ રૂપિયા રાજાને આપ્યા. તે તો ઘણી લક્ષ્મીવાળા તે આભને માટે હાથીના ભોજનમાંથી એક દાણો આપ્યા જેટલું જ હતું. પછી ઝાંઝણ મંત્રીએ તે છ— રાજાઓને એકેક અર્થ અને પાંચ પાંચ શ્રેષ્ઠ વસ્ત્રો આપી તે બધાને પોતપોતાને સ્થાને મોકલ્યા. તેથી મહાજનોને પૂજવાલાયક તે મંત્રી રાજાઓનો આધાર અને રાજ બંદિચ્છોટક- કેદ કરેલા રાજાઓને છોડાવનાર એવા-એ બિરુદને પામ્યો. રાજાઓને તો બન્નેએ મુકાવ્યા હતા, અને ધન આભુએ જ આપ્યું હતું, પરંતુ તેના યશની પ્રસિદ્ધિ તો મંત્રીની જ થઈ; છોડાવનાર તરીકે તો મંત્રી જ પ્રસિદ્ધ થયો. કહ્યું છે કે –
ઘણાએ ભેળા થઈને કાર્ય કર્યું હોય તો પણ તેનું ફળ મુખ્યને જ મળે છે. જુઓ કે વધામણીના લાભમાં જિહા જ સોનાની મળે છે.'
પેથડકુમાર ચરિત્ર
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org