________________
“મહિને મહિને શ્વેત અને કૃષ્ણ બન્ને પક્ષમાં પખવાડિયામાં ચંદ્રની કાંતિ સરખી જ હોય છે, તો પણ તેમાં એક જ પક્ષ શુકલપણાને પામે છે -એક જ પખવાડિયું શ્વેત કહેવાય છે, તેથી કરીને એમ જણાય છે : પુણ્યથી જ યશ પ્રાપ્ત થાય છે.'
રાજા માટે સંઘના સર્વ જનોને ભોજન કરાવવું અશક્ય
એકદા રાજાએ ઝાંઝણની સાથે ઓળખાણ અને પ્રીતિને લીધે તેને ભોજન કરાવવાની ઇચ્છા થવાથી તેને નિમંત્રણ કરવા માટે તેની પાસે પોતાના પ્રધાનને મોકલ્યો. એટલે તેણે જઈને મંત્રીને કહ્યું : “હે મંત્રી ! તમારા સંઘમાં અસંખ્ય મનુષ્યો છે, તેથી સૈન્યની બાહા (બાહુ) પકડવાના ન્યાયથી કોણ તે બધાને ભોજન કરાવવા શક્તિમાન હોય ? અર્થાત્ કોઈ પણ શક્તિમાન નથી. તેથી રાજા અસાર મનુષ્યોનો ત્યાગ કરી કેટલાક હજાર સારા મનુષ્યોને ભોજન કરાવવા ઇચ્છે છે. અતિથિ માત્ર પાણી જ પી જાય તો પણ તે પાપના સમૂહનો નાશ કરે છે, તો પછી તેવા યાત્રાળુ અનેક અતિથિઓને જમાડવામાં આવે (જમી જાય) તો તેઓ મોક્ષ આપનારા કેમ ન
૧. બે સૈન્ય પરસ્પર યુદ્ધ કરતાં હોય, તો તેમાં કોણે કોને માર્યો ? એવો નિશ્ચય કરવા જતાં કોઈનો હાથ પકડી શકાતો નથી કે અમુકે અમુકને જ માર્યો, તેની જેમ.. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
૧૮૭ રાજા માટે સંઘના સર્વ જનોને ભોજન કરાવવું અશક્ય Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org