________________
થાય ? તો તત્કાળ પ્રસન્ન થઈને તેવા સારા પાંચ-છ હજાર માણસોને સાથે લઈને તમે રાજાને ઘેર ભોજન કરવા પધારો. આ નિમંત્રણ વ્યર્થ કરવું યોગ્ય નથી.” તે સાંભળી મંત્રીએ કહ્યું : “રાજાની જે આવી ઇચ્છા થઈ તે યોગ્ય જ છે, કેમ કે પાપના પ્રસારનો નાશ કરી પુણ્યનો પ્રસાર કરવો તેવી પ્રવૃત્તિ પ્રથમથી રાજાઓએ જ કરેલી છે, પરંતુ આ સંઘમાં મહાક થી એકત્ર થયેલા સર્વે સાધર્મિકો બાંધવોથી અધિક માન્ય અને પૂજ્ય છે, તેથી ઉજ્જવળ ગૌરવ ભક્તિ વડે શોભતા તેઓને જો કદાચ માત્ર અન્નના કોળિયા માટે જ હું અસાર કરું, તો હું છેલ્લી નરકે જ જાઉં.” તે સાંભળી રાજાના પ્રધાને કહ્યું : “આ સાર-અસારનો વિવેક સર્વ બાબતમાં સર્વ કોઈને હોય છે; કેવળ તમારી પાસે જ આ વિવેક છે એમ નથી. જુ ઓ આ આશ્ચર્ય !'' કહ્યું છે કે–
સર્વત્ર સર્વેને ધર્મ, પેય (પીવા લાયક), ભોજ્ય, ભક્ષ્ય, ન્યાય, કાર્ય (કરવા લાયક), ગમ્ય (ગમન કરવા લાયક), સારું અને સુખઆ સર્વે પદાર્થો સામા પક્ષ સહિત જ હોય છે, એટલે કે ધર્મની સામે અધર્મ, પેયની સામે અપેય, ભોજ્યની સામે અભોજ્ય, એ જ રીતે અભક્ષ્ય, અન્યાય, અકાર્ય, અગમ્ય, અસાર અને દુ:ખ એ સામા પક્ષમાં જાણવા.” (૭૫)
તે સાંભળી ઝાંઝણ મંત્રીએ કહ્યું : “ખરી વાત છે કે સર્વત્ર સર્વને આ પ્રમાણે હોય છે, પરંતુ મારે તો અહીં શ્રીસંઘમાં તે
પેથડકુ માર ચરિત્ર
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org