________________
પ્રમાણે નથી. તેથી આ બાબતમાં તમારે કાંઈ કહેવા જેવું નથી.” એમ કહી તેણે રાજાના પ્રધાનને નિવાર્યો. ત્યારે તે પ્રધાને રાજા પાસે જઈ આ સર્વ હકીકત તેને કહી. તે સાંભળી રાજા પોતે મંત્રી પાસે આવ્યો, કારણ કે, જે કાર્ય પોતાથી થાય તે બીજાથી થઈ શકતું નથી. રાજાએ પણ આવીને તે જ પ્રમાણે મંત્રીને કહ્યું, ત્યારે ઝાંઝણે હસીને કહ્યું : “હે સ્વામી ! જો આપના મનમાં દુ:ખ ન થાય તો મારી એક વિજ્ઞપ્તિ છે.” ત્યારે રાજાએ બોલવાની અનુમતિ આપી, એટલે તેણે કહ્યું : “હે સ્વામી! ખર્ચ કરવામાં રણસંગ્રામથી પણ અધિક ભય હોય છે, કારણ કે, તે ખર્ચમાં આપની જેવા પણ ભય પામે છે; કદાચ સમુદ્ર ક્ષીણ થાય, પણ અમે ક્ષીણ થઈએ તેમ નથી, અથવા તો નવ નિધાનનો સ્વામી ચક્રવર્તી પણ અધિક ખર્ચ કરી શકતો નથી (તેથી જણાય છે કે રાજાઓની એવી રીતિ જ હોય છે). તેથી કરીને હે દેવ ! જો સર્વ સંઘને ભોજન કરાવવું હોય તો જ બોલવું, અન્યથા કાંઈ બોલશો નહીં. આ સર્વ સંઘના મનુષ્યો સરખા હોવાથી તેમનો પંક્તિભેદ કરવો યોગ્ય નથી. રાવણે પોતાના દશ મસ્તક વડે દશ રુદ્રો (મહાદેવ)ની પૂજા કરી હતી, પણ તેમાં અગિયારમા રુદ્રની પૂજા કરી નહોતી, તેથી હનુમાન રાવણના કુળનો નાશ કર્યો હતો, માટે પંક્તિનો ભેદ કલ્યાણકારક
નથી.”
૧૮૯ રાજા માટે સંઘના સર્વ જનોને ભોજન કરાવવું અશક્ય -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org