SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાંઝણ મંત્રીએ સંઘ સાથે ગુજરાતના સમગ્ર લોકોને આપેલું ભોજન માટેનું નિમંત્રણ આ પ્રમાણે ઝાંઝણનું વચન સાંભળીને કાંઈક ખેદ પામી રાજાએ કહ્યું : “હે મંત્રી ! કહો કે દરેક ઘરે (મારા) સર્વ લોકો એક એક (સંઘના લોકોને જમાડે તો તેમાં શી હરકત છે ? (અર્થાત્ મારી પ્રજાના દરેક લોક પોતપોતાના ઘેર એકેક સંઘના માણસને જમાડે એમ તમે નિમંત્રણ સ્વીકારો.) તે પણ તમે ન માનો તો, ધારો કે, કદાચ અમે જ તમારે ત્યાં જમવાને માટે તમને શરમમાં નાંખવા ઇચ્છીએ તો શું તમે મારા આખા દેશના લોકો સહિત મને નિમંત્રણ આપો ખરા કે ?” તે સાંભળી મંત્રીએ કહ્યું: “આવા સંઘ સિવાય બીજે પ્રસંગે જુદા જુદા વહેચીને જમાડવામાં દોષ નથી, પરંતુ સંઘમાં જો તેમ કરવામાં આવે તો આપને અને મને પણ એકાંતપણે પાપ વગેરે અશુભ કર્મ જ લાગે; તથા આખા દેશના લોકો સહિત આપને જે નિમંત્રણ કરવું, તે બાબત તો હું તૈયાર જ છું– નિમંત્રણ કરું જ છું. માટે તે અંગીકાર કરો.” એમ કહી ધનનો વ્યય કરવામાં ધીર એવા તે મંત્રીએ વસ્ત્રનો છેડો (ખોળો) પાથર્યો. તે વખતે ભોજન કરીને પણ આ મંત્રીની હું પરીક્ષા કરીશ' એવી ઇચ્છાથી રાજાએ મંત્રીનું તે નિમંત્રણ સ્વીકાર્યું અને ભોજનનો દિવસ રાજાએ પોતે જ મહિનાને અંતે નિશ્ચિત કર્યો તે ઉપર તે ધન્ય એવા નો પેથડકુમાર ચરિત્ર ૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy