________________
હતું, એટલે તઘલક શાહે પોતાના પુત્ર જુનાખાનને મોકલ્યો. ઉત્તરદક્ષિણની મધ્યમાં દેવગિરિના મહત્ત્વભર્યા સ્થાનથી તથા એના દુર્ગની અજ બ રચનાથી જુ નાખાન ઘણો પ્રભાવિત થયો હતો. દખ્ખણમાંથી પાછા ફર્યા બાદ, બાપની કપટથી હત્યા કરીને, ઈ. સ. ૧૩૨૫માં તે દિલ્હીની ગાદીએ બેઠો. મુહમ્મદ બિન તઘલખ કે મહમ્મદ ગાંડાના નામે ઇતિહાસમાં તે જાણીતો છે. ઈ. સ. ૧૩૩૯માં એની વિચિત્ર શાસનરીતિ સામે દિલ્હીની પ્રજાએ ભર્યા દરબારમાં રોષ પ્રગટ કરતાં, એની દાઝ વાળવા, એણે ત્રણ જ દિવસમાં દિલ્હી ખાલી કરી નાખવા પ્રજાને હુકમ કર્યો. અને પોતાના અમલદારો અને દિલ્હીવાસીઓના જંગી કાફલા સાથે ૪૦ દિવસની કપરી મજલ ખેડીને, એણે દેવગિરિ આવીને તેને પોતાનું પાટનગર બનાવી એને દોલતાબાદ નામ આપ્યું.”
આ પછી દોલતાબાદ પરના શાસનમાં થતા રહેલા ફેરફારોની વિગતો આપ્યા પછી, અત્યારે ભારતમાતાના મંદિર તરીકે ઓળખાતી પ્રાચીન જીર્ણ ઈમારત સંબંધી માહિતી આપતાં શ્રી બિહારીલાલભાઈ ટાંક લખે છે કે –
‘નગરમાંથી ગિરિદુર્ગ જવાના માર્ગમાં ચાંદમિનાર આવે છે. તળમાં ૭૦ ફૂટના ઘેરાવાવાળો અને લગભગ ૨ ૧૧ ફૂટ ઊંચો આ મિનાર દક્ષિણમાં મુસ્લિમ સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓમાંનો એક ગણાય છે. ઊંચાઈમાં એ ભારતભરમાં કુલ્બમિનાર પછીનો બીજા
પુરવણી-૪
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૨ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org