________________
તેઓએ મારા આ પત્રનો તરત જ તા. ર૬-૭-૭૮ના રોજ જવાબ આપવાનું સૌજન્ય દાખવીને જણાવ્યું કે –
“ત્યાંના એ મંદિરનાં શિખરો તોડીને મસ્જિદનું રૂપ આપતાં મુસ્લિમ શાસકોએ જેમ ઘુમટો કરેલા છે તેમ બીજા પણ ઘણા ફેરફાર કર્યા છે એમ પ્રથમ નજરે જ દેખાઈ આવે છે. પણ અગાઉ એ મસ્જિદ તો નહોતી જ એટલું તો સ્પષ્ટ જણાય છે જ. પાછળથી મેં એ મંદિર વિષે વધુ જાણવા પ્રયત્ન કરેલો અને મને જાણવા મળ્યું હતું કે એ જેને મંદિર હતું. પરંતુ આ વિષે મારી પાસે કોઈ ચોક્કસ આધાર ન હોઈ મેં લેખમાં હિન્દુ કે જેનો ઉલ્લેખ જાણી જોઈને કર્યો નથી. પણ અંગત રીતે મારો મત પણ એ જેને મંદિર હોઈ શકે એમ માનવા પ્રેરાય છે. ......મને મળેલી છેલ્લામાં છેલ્લી માહિતી મુજબ તો દેવગિરિમાંનું એ મંદિર જેન મંદિર છે.”
મારી શંકાને સાચી ઠરાવતો ઉપર મુજબ જવાબ શ્રી ટાંક તરફથી મળ્યા પછી એમને રૂબરૂ મળવાનું થયું, ત્યારે એમની સરળતા અને સુજનતાની મારા મન ઉપર ઊંડી છાપ પડી. એમની સાથે આ મુદ્દા અંગે જે કંઈ વાતચીત થઈ તે સંબંધમાં તેઓએ મને પાછળથી લખી જણાવ્યું હતું કે
તેના પર (કિલ્લાના માર્ગ પર) દેવગિરિના ડુંગરગઢથી થોડે આગળ, જમણી તરફ, ચાંદમિનાર અને તેની સામે મંદિર છે. મંદિર થોડું ઊચાણ ઉપર છે ને ત્યાં સુધી ચડવા માટે થોડાં પગથિયાં છે. ૨૧૭
પુરવણી-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org