________________
હતો. દેવગિરિનું મલમલ પણ સુખ્યાત હતું. ઝવેરાતનો અને વસ્ત્રકિંમતી વન્ન-નો વેપાર એ મુખ્યતઃ વૈશ્યનું ક્ષેત્ર હોઈ ત્યાં એમની વસતિ હશે જ અને આવો મોટો વેપાર ખેડનાર સમૃદ્ધ વૈશ્યો જયાં વસતા હશે ત્યાં એમનું દેવસ્થાન પણ હોઈ શકે.”
શ્રી બિહારીલાલ ટાંકે આ મંદિર-મસ્જિદ અંગે આ પ્રમાણે વિશેષ ખુલાસો લખી જણાવવાની સાથે, “કુમાર'માં એમના લેખ સાથે છાપવામાં આવેલ ત્રણ છબીઓના બ્લોકોની મૂળ છબીઓ પણ આપવાની ઉદારતા બતાવી હતી. આમાંની અત્યારે ભારતમાતાના મંદિર તરીકે ઓળખાતી વિશાળ ઈમારતની છબી આ પુસ્તકમાં આપવામાં આવી છે. એની ચોક જેવી વિશાળ ખુલ્લી જગ્યા અને આગળ દેખાતા તંભની ઊંચાઈ અને જાડાઈ ઉપરથી પણ મંત્રી પેથડશાહે દેવગિરિમાં બંધાવેલ જિનપ્રાસાદનો વિસ્તાર કેટલો હશે એનો અંદાજ આવી શકે છે.
પાસાદ
મળતા ઉલ્લેખ પ્રમાણે આ જિનમંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૩૫માં થઈ હતી. અને શ્રી ટાંકે એમના લેખમાં જણાવ્યા પ્રમાણે આ જિનપ્રાસાદનું મસ્જિદમાં રૂપાંતર હીજરી સન ૮૪૯=ઈ. સ. ૧૪૪પ=વિ. સં. ૧૫૦૧ની આસપાસ, એટલે કે મંદિરની પ્રતિષ્ઠા પછી ૧૬૫-૧૬ વર્ષે થયું હતું, એમ જાણવા મળે છે.
મંત્રી પેથડશાહે કેવા ઉલ્લાસથી અને કેટલું બધું ધન ખરચીને આ આલિશાન જિનપ્રાસાદ બંધાવ્યો હતો ! અને ધાર્મિક ઝનૂનને ૨ ૧૯
પુરવણી-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org