________________
નામવાળું આ કયું શાસ્ત્ર આ સાધુ વાંચે છે ?” ગુરુ એ કહ્યું : “ ભદ્ર ! આ સર્વ આગમોમાં ઉત્તમ પાંચમું અંગ (ભગવતીજી સૂત્ર) છે. તેમાં ગૌતમસ્વામીએ જાણતા હોવા છતાં પણ અન્ય જીવોના ઉપકારને માટે પ્રશ્ન કર્યા છે, અને શ્રી વીર ભગવાને પોતાના જ મુખથી ગૌતમને સંબોધીને તે દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમાં શ્રી ગૌતમસ્વામીએ છત્રીશ હજાર મોટા પ્રશ્નો કર્યા છે, તેથી તેટલી વખત એટલે છત્રીસ હજાર વખત ગૌતમનું નામ આવે છે.”
જે વિવાહપ્રજ્ઞપ્તિ ઉત્તર સહિત છત્રીસ હજાર પ્રશ્નોને ધારણ કરે છે, જે ચાળીશ શતકમાં ઉદ્દેશાઓની શ્રેણિને ચોતરફથી વિસ્તાર છે, જેમાં દેદીપ્યમાન ભાંગા રૂપી મોટા તરંગો છે, જે સાત નય અને ગમા (સૂત્રના અલાવા)થી ગહન છે તથા જેમાં પ્રવેશ કરવો અશક્ય છે, તે વિવાહપ્રજ્ઞપ્તિ નામનું પાંચમું અંગ જય પામે છે. તેનું બીજું નામ ભગવતી છે. વળી તે વિચિત્ર અર્થનો કોશ-ખજાનો છે.” (૭૨)
તેવા પ્રકારની બુદ્ધિના બળથી રહિત એવો જે મુનિ તે ભગવતીને ભણવા માટે શક્તિમાન ન હોય, તે વિધિપૂર્વક યોગ વહન કરી અંગની વાચના લે છે. જે પુરુષ તે તે અંગના તપ વડે; ભણાવવા વડે; ભણવા વડે; સાંભળવા વડે; વાંચવા વડે અને પુસ્તક લખાવવા વડે અંગ વગેરે આગમની ભક્તિ કરે છે, તે સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે.”
૧. શ્રી ભગવતી સૂત્રના ૪૧ શતક છે, અહીં ગ્રંથકાર મહારાજ ચાલીશ જણાવે છે.
૧૫૧
પેથડ મંત્રીની પુસ્તક -પૂજા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org