________________
અલંકારો પહેરી, નેત્રને પ્રિય લાગે તેવો વેષ ધારણ કરી તે પેથડ મંત્રી શ્રેષ્ઠ અશ્વ ઉપર આરૂઢ થઈ, સુશોભિત શ્રીકરીને મસ્તક પર ધારણ કરી, પરિવાર સહિત, ગુરુ મહારાજને વંદના કરવા ગયા. કહ્યું છે કે
“પ્રાત:કાળે ઊઠીને પ્રથમ જિનેશ્વરના મુખરૂપી દર્પણને જોવું; પછી સ ગુરુના પગના નખની કાંતિરૂપી કાંચકી વડે મસ્તકને ઓળીને તે ગુરુની આજ્ઞારૂપી શ્રેષ્ઠ મણિ વડે તેને શણગારવું; સત્ય વાણી બોલવા વડે મુખને પવિત્ર કરવું; ગુરુની મધુર વાણીરૂપી કસ્તૂરી વડે બન્ને કાનને સુગંધિત કરવા; ગુણવાન જનોને નમસ્કાર કરવારૂપ વસ્ત્ર વડે શરીરને શણગારવું અને ઉત્તમ શાસ્ત્રના પાઠ (અભ્યાસ) વડે સારું જ્ઞાન મેળવવું.” (૭૧)
પેથડ મંત્રીની પુસ્તક-પૂજા ચૈત્યમાં અરિહંત દેવને નમીને મંત્રીશ્વર ગુરુને નમન કરવા માટે ધર્મશાળાની નજીક ગયો. તેટલામાં તેણે દૂરથી સિદ્ધાંતના પાઠનો અદ્વૈત શબ્દ પ્રથમ જ સાંભળી તર્ક કર્યો : “શું આ સિદ્ધાંતરૂપી સમુદ્રના મંથનનો શબ્દ છે કે ગુરુરૂપી મેઘના ગરવનો શબ્દ છે કે પાપરૂપી ધાન્યને પીસનાર ઘટીનો શબ્દ છે ?' આ પ્રમાણે વિચાર કરતો મંત્રી ધર્મશાળામાં ગયો. ત્યાં ગુરુને વાંદી યોગ્ય સ્થાને બેઠો. તે વખતે વાચના લેતા એક સાધુને જોઈ તેણે ગુરુને પૂછયું : “વારંવાર ગૌતમના થડકુમાર ચરિત્ર
૧પ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org