________________
મૂઢ મતિવાળો જે પુરુષ ચૈત્યના દ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે, તે ધર્મને જાણતો જ નથી. અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે એમ જાણવું. (90)”
બીજે દિવસે ઘણા લોકોએ આગ્રહ કર્યા છતાં પણ મંત્રીશ્વરે ભોજન કર્યું નહીં. તેથી તે દિવસે મહાધર વગેરે ઘણા શ્રેષ્ઠીઓ ભોજન વિના જ રહ્યા. જેમ ઉન્નત મેઘની રાહ જોવાય તેમ ભોજન કર્યા વિના જ તે લોકો સુવર્ણના માર્ગની રાહ જોતા રહ્યા. છેવટે બે ઘડી દિવસ બાકી રહ્યો, તેવામાં તે સુવર્ણની ઊંટડીઓ આવી. તે જોઈ તત્કાળ હર્ષરૂપી મેરુ પર્વતે ક્ષોભ પમાડેલો અગાધ સંઘરૂપી સમુદ્ર મોટો ધ્વનિ કરવા લાગ્યો. પછી મંત્રીએ તે જ વખતે તોળીને દેવનું સુવર્ણ આપી દીધું અને ધર્મક્રિયામાં તત્પર (નિપુણ) એવા તે મંત્રીએ તે વખતે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું. કહ્યું છે કે
દિવસના આરંભમાં અને છેડે રાત્રિભોજનના દોષને જાણનાર જે માણસ બબ્બે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે, તે માણસ પુણ્યનું ભાજન છે- પુણ્યશાળી થાય છે.” એ પછી પ્રાતઃકાળે જેણે આગલે દિવસે ઉપવાસ કર્યો હતો, તે સર્વેના ભોજન અને ભક્તિપૂર્વક પોતે છઠ્ઠનું પારણું કર્યું તથા તે દિવસે મોટું સંઘવાત્સલ્ય કર્યું. બધી સુવર્ણની ઘડીઓ આપી અને તે ઉપરાંત અગિયાર લાખ રૂપિયાનો વ્યય કરી મંત્રી પોતાને ઘેર ગયા.
એકદા પ્રાત:કાળે ઊઠી, પ્રભાતની ક્રિયા કરી, શેઠિયાને યોગ્ય
૧૪૯
શ્વેતાંબર સંઘપતિનો વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org