________________
આ પ્રમાણે ગુરુને કહીને તે પેથડ પોતાને ઘેર ગયો. તે પછી પણ તે હંમેશાં તે ગુરુને નમન કરવા જાય છે. તેમાં એકદા એકાંતમાં તેણે શ્રી ગુરુને વિનંતી કરી : ‘‘હે પ્રભુ ! મારે પરિગ્રહના પ્રમાણ કરતાં ઘણું વધારે ધન થયું છે, તેથી આપ આજ્ઞા કરો કે તેનો ક્યાં સદ્વ્યય કરવો કલ્યાણકારક છે ?'' ત્યારે પુણ્યરૂપી રથના સારથિરૂપ તે ગુરુ મહારાજે તેને કહ્યું : “સાંભળો, પ્રથમ તો લક્ષ્મીરૂપી વાનરી ગૃહસ્થીરૂપી વૃક્ષોમાં જરા પણ સ્થિર થઈને રહેતી નથી.'' કહ્યું છે :
‘હે ગ્રામ્યજન ! સંપત્તિ તારે ઘેર રાત્રિવાસો રહી તેટલામાં તું કેમ ગર્વિષ્ઠ થયો ? શું આળસુ માણસને ગંગા નદી વારંવાર પ્રાપ્ત થાય છે ?''
‘“વેપારીની લક્ષ્મી રાજાની ભ્રૂકુટિરૂપી પલ્લવના છેડાનો સ્પર્શ કરીને રહેલી છે. તેને પડતાં કેટલી વાર લાગે ? તેથી ચૈત્ય અને પ્રતિમા વગેરે સાત ક્ષેત્રમાં તે લક્ષ્મીનો વ્યય કરવો પ્રશસ્ત છે, કારણ કે તેનાથી ઉત્પન્ન થતા પુણ્યનું પ્રમાણ માત્ર એક કેવળી જ જાણે છે.'' કહ્યું છે કે
‘જિનેશ્વરના ચૈત્યમાં કાષ્ઠ વગેરેના જેટલા પરમાણુઓ હોય છે, તેટલા લાખ વર્ષ સુધી તે ચૈત્યને કરાવનાર પુરુષ સ્વર્ગમાં રહે છે.’' (૪૯)
(
૧. નવાંકુ૨, નવું પાંદડું.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૭૬
www.jainelibrary.org