________________
બિરદાવળી વડે શ્રેષ્ઠ પુરુષો રોમાંચિત થતા હતા, વિવિધ પ્રકારના મહેલોથી મોટા મોટા વધામણાં આપતાં હતાં, તથા લક્ષ્મીને કરનાર શ્રીકરી, છત્ર અને ચામર વગેરે વડે તેનો મોટો આડંબર દેખાતો હતો. આ ઉત્સવમાં તે પ્રધાને બહોતેર હજાર જૂનાં નાણાંનો વ્યય કર્યો હતો. પછી ગુરુ પાસે આવી તે કૃતજ્ઞ પેથડે કહ્યું :
“હે પૂજ્ય ! જો કદાચ પૂર્ણિમાના ચંદ્રના અમૃત વડે આપના ચરણ પખાળી, ગોશીષ ચંદનના દ્રવ્ય વડે વિલેપન કરી તથા ઉત્તમ સુગંધવાળા કલ્પવૃક્ષનાં પુષ્પો વડે પૂજીને મારા મસ્તક પર વહન કરું, તો પણ આપે કરેલા ઉપકારના ભારથી અનુણતાને (ઋણરહિતપણાને) કદાપિ પામું તેમ નથી.” કહ્યું છે કે –
*સમકિત આપનાર ગુરુ મહારાજ ઉપર ઘણા ભવો સુધી સર્વ ગુણ મેળવેલા હજાર કરોડ ઉપકારો કરવાથી પણ બદલો વાળી શકાતો નથી.”
“વળી હું ઋણ રહિત ન થાઉં એમ ઇચ્છું છું, કેમ કે જો હું આપનો ઋણી રહું તો આગામી ભવોમાં પણ હું આપનો દાસ વગેરે થઈને પણ આપના યોગને-સંબંધને પામું; કારણ કે પૂર્વ ભવના ઋણને લીધે જ આ ભવમાં પુત્ર, મિત્ર, વાણોતર, સ્ત્રી, ભાઈ, સેવક, પત્ની, વાહન, પુત્રવધૂ અને શિષ્ય વગેરે સર્વ સંબંધીઓ થાય છે.”
* “સમકિતદાયક ગુરુતણો પસ્યવયાર ન થાય;
ભવ કોડાકોડે કરી કરતાં સર્વ ઉપાય.” • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૭૫
આ. શ્રી ધર્મઘોષસૂરિનો પ્રવેશોત્સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org