________________
આગમનનો ઉત્સવ કરવાનું કહ્યું, એટલે રાજાએ પણ તેને છત્ર, ચામર અને વાજિંત્રાદિક સર્વ સામગ્રી આપી. પછી ચામરો, પટ્ટકૂળ (વસ્ત્ર), તેમાં સ્થાપના કરેલા મુક્તાફળાદિક, સુવર્ણનાં કચોળાં, થાળો, દર્પણો, અરીસાઓ, કે ળના સ્તંભો, કેતકીનાં પુષ્પો અને કમળો વગેરે સર્વ વસ્તુઓથી આખા નગરમાં કુલ ત્રણસો ને ત્રેસઠ તોરણોકમાનો સારી રીતે બંધાવ્યાં. ચોતરફ બાંધેલી લક્ષ્મીના મૂળ સમાન રેશમી વસ્ત્રની ધ્વજાઓ જાણે કે દૂરથી લોકોને આ મહોત્સવ જોવાને બોલાવતી હોય તેમ વાયુથી ફરકતી હતી. જાણે કે સમય વિનાના સંધ્યાનાં વાદળાં હોય એવાં પાંચ વર્ણ(રંગ)વાળાં વસ્ત્રો વડે દુકાનોના માર્ગ બે પ્રકારે સારી છાયાવાળા કરવામાં આવ્યા. મનુષ્યોએ વાસીદું વાળીને સાફ કરેલા માર્ગોમાં નાસિકાની સુગંધને પ્રેરનાર ચંદનમિશ્ર જળની વૃષ્ટિ છાંટવામાં આવી. ઘણું શું કહેવું ? લક્ષ્મીથી (શોભાથી) વ્યાપ્ત તે નગરને જોઈને તે વખતે જોનાર લોકો સ્વર્ગની નગરી, આકાશમાં આલંબન વિના રહેવાને અશક્ત હોવાથી, અહીં પૃથ્વી પર ઊતરી છે, એમ તર્ક કરવા લાગ્યા. પછી શુભ દિવસે પ્રધાને સર્વ જનોના ચિત્તને ચમત્કાર કરનાર અને સંઘની પૂજાદિક વડે પ્રશંસા કરવા લાયક શ્રી ગુરુનો પ્રવેશ મહોત્સવ કરાવ્યો. તે વખતે તે ઉત્સવમાં રાજા વગેરે લાખો મનુષ્યો એકઠા થયા હતા. અશ્વ પર બેઠેલા પુરુષો દ્વારા વાગતાં વાજિંત્રોના મોટા શબ્દો થતા હતા. મનુષ્યોને રંજન કરનાર નર્તકીઓ ઉત્તમ નૃત્ય કરતી હતી. બંદીજનોની કરેલી
૧. ચંદરવા. ૨. કાંતિ(શોભા)વાળા તથા છાયાવાળા.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org