________________
૭૭
૩
માંડવગઢમાં શત્રુંજયાવતાર અને બીજાં યાશી જૈનમંદિરોનું નિર્માણ
આ કારણથી જ પદ્મ નામના ચક્રવર્તીએ પોતાની માતાના હર્ષને માટે હંમેશાં એકેક નવું ચૈત્ય બનાવીને ચૈત્યોની શ્રેણિ વડે પૃથ્વીને અલંકૃત કરી હતી. રાજાઓને વિષે ઇંદ્ર સમાન સંપ્રતિ રાજાએ પૃથ્વીરૂપી સ્ત્રીના હાર સમાન છત્રીશ હજાર નવાં ચૈત્યો કરાવ્યાં હતાં. કુમારપાળ રાજા, વિમલ નામનો દંડનાયક અને શ્રી વસ્તુપાળ મંત્રી વગેરે ઘણાં ચૈત્યો કરાવનારા થઈ ગયા છે. મનુષ્યનું ધન સ્ત્રીની લીલા વડે ચપળ થયેલા નેત્રની જેવું ચંચળ છે; અનુપમ શારીરિક બળ વીજળીના ઝંપાપાતની જેવું અસ્થિર છે; અને પ્રાણીઓનું આયુષ્ય વાયુએ કંપાવેલા કમળના પાંદડા ઉપર રહેલા જળબિંદુની જેવુ ચપળ છે, તેથી ધન, બળ અને આયુષ્યનું ફળ જલદી ગ્રહણ કરવું યોગ્ય છે.’' આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી મોટું પુણ્ય ઉપાર્જન કરવાની બુદ્ધિવાળા પૃથ્વીધરે (પેથડે) માંડવગઢની અંદર અઢાર લાખ રૂપિયા ખર્ચીને સુવર્ણના કળશ અને ધ્વજાદંડ સહિત શત્રુંજયાવતાર નામનું દ્વાસપ્તતિ જિનાલયવાળું ચૈત્ય બંધાવી તેમાં શ્રી આદિનાથને સ્થાપન કર્યા. કોટાકોટિના નામથી પ્રસિદ્ધ મોટા મંડપવાળું અને આઠ આઠ ભાર સુવર્ણના બહોતેર બહોતેર સુવર્ણના કળશ અને
૧. ફરતી બહોંતેર દેરીઓ સહિત.
Jain Education International
માંડવગઢમાં...જૈનમંદિરોનું નિર્માણ
For Private & Personal Use Only
www.jainelibrary.org