________________
ધ્વજાદંડવાળું તથા જોનારનાં નેત્રને અત્યંત શીતળતા આપનારું શ્રી શાંતિનાથનું ચૈત્ય શત્રુંજય પર્વત પર કરાવ્યું, તથા ઓકાર નામના નગરમાં ઊંચા તોરણવાળું અતિસુશોભિત ચૈત્ય કરાવ્યું. તે જ પ્રમાણે ભારતીપત્તનમાં, તારાપુરમાં, દર્ભાવતી નગરીમાં, સોમેશ્વર પત્તનમાં, વાંકાનેરમાં, માધાતુપુરમાં, ધારાનગરીમાં, નાગહૃદમાં, નાગપુરમાં, નાશિકમાં, વડોદરામાં, સોપારકપુરમાં, રત્નપુરમાં, કોરંટપુરમાં, કરકેટકપુરમાં, ચંદ્રાવતી નગરીમાં, ચિત્રકૂટમાં, ચારૂપ નગરમાં, દ્રીનગરીમાં, ચિખલ નગરમાં, બિહારપુરમાં, વામનસ્થલીમાં, જયપુરમાં, ઉજજયિની નગરીમાં, જાલંધરપુરમાં, સેતુબંધમાં, પશુસાગર દેશમાં, પ્રતિષ્ઠાનપુરમાં, વર્ધમાનપુરમાં, પર્ણવિહારપુરમાં, હસ્તિનાપુરમાં, દેપાલપુરમાં, ગોગપુરમાં, જયસિંહપુરમાં, નિંબસ્કૂલ નામના પર્વત ઉપર, તે પર્વતની નીચે તળેટીમાં, સલક્ષણપુરમાં, જૂનાગઢમાં, ધોળકામાં, મકુંડી નગરીમાં, વિક્રમપુરમાં, મંગળદુર્ગપુરમાં વગેરે અનેક સ્થાનોમાં સુવર્ણદંડ અને કળશ સહિત ચોરાશી પ્રાસાદો તેણે કરાવ્યા. ફરકતી ધ્વજાવાળાં તે સર્વ ચૈત્યો ભવ્ય પ્રાણીઓને જાણે બોલાવતાં ન હોય, સ્વર્ગની લક્ષ્મીનું નું જીણું કરતા ન હોય, કલિયુગની તર્જના કરતા ન હોય અને મોક્ષમાર્ગને જાણે દેખાડતા ન હોય તેમ શોભતાં હતાં. તે સર્વ પ્રાસાદોમાં દેવગિરિ નામની નગરીમાં એક દિવ્ય પ્રાસાદ હતો, તે પ્રાસાદ તેણે જે પ્રકારે કરાવ્યો તે પ્રબંધને હે ભવ્યો ! તમે હમણાં સાંભળો
પેથડકુમાર ચરિત્ર
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org