________________
જોઈ મનુષ્યોએ તર્ક કર્યો: “શું આ શ્યામ વસ્ત્ર ધારણ કરેલા પત્તિઓથી પરિવરેલો, સુવર્ણના મોટા મુગટને ધારણ કરનાર કોઈ રાજા છે ? શું શિષ્ય સહિત યોગપટ્ટના દશમા દ્વારને ધારણ કરનાર મહાતેજસ્વી કોઈ યોગીશ્વર છે ?' - આ પ્રમાણે સુવર્ણના ખોળાથી વ્યાપ્ત એવા ચૈત્યરૂપ સુંદર શિખરવાળો, ચોતરફ બીજા પર્વતોથી પરિવરેલો અને મોટાં વનોની શ્રેણિથી સુશોભિત કટકવાળો હોવાથી તે સિદ્ધાચળ શોભવા લાગ્યો.
ત્યાં કેટલાક દિવસ રહીને પછી તે રેવતાચળ (ગિરનાર)ની તળેટીએ ગયો. તે વખતે ત્યાં પહેલેથી આવેલો દિગંબરનો સંઘ પણ હતો. હવે બીજે દિવસે જયારે પ્રાતઃકાળ થયો ત્યારે વાજિંત્રોના નાદપૂર્વક તે પુણ્યવંત પેથડ મંત્રી, સંઘ સહિત, રેવતાચલ ઉપર ચઢવા લાગ્યો. તેટલામાં યોગિનીપુર (દિલ્લી)નો રહેવાસી અગરવાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલો, અલાઉદ્દીન બાદશાહનો માનીતો પૂર્ણ નામનો દિગંબર મતનો ધનિક, શસ્ત્રધારી સેવકો સહિત, સંઘપતિ થઈને આવ્યો હતો. તેણે ગર્વથી અંધ બની, ત્યાં આવી નેમિનાથ જિનેશ્વરની આણ આપી. (રેવતાચળ પર ચડવાનો નિષેધ કર્યો.) તે વખતે પ્રધાન પેથડકુમાર વગેરે સર્વ જનો જે ઠેકાણે હતા તે જ ઠેકાણે સ્થિર થઈને ઊભા રહ્યા; કેમ કે સંઘ, દેવ, ગુરુ અને રાજાની આજ્ઞા ઓળંગવા લાયક ન ગણાય. તે વખતે પૃથ્વીધરે તેને કારણ પૂછયું, ત્યારે તેણે કહ્યું : “આ તીર્થ અમારું (દિગંબરોનું) છે, તેમ જ અમે અહીં પહેલાં આવ્યા છીએ, તેથી અમે પહેલાં
: : : : : : : : • • • • • • • ૧૪૩
બે તીર્થોની યાત્રાનું ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org