________________
સાતમો
તરંગ
ગિરનારની તીર્થમાળ અને આગમનું
શ્રવણ-લેખન આદિ એકદા અનેક દાનથી ઉત્પન્ન થયેલા ઉજ્વળ યશવાળા પેથડકુમાર મંત્રી શત્રુંજયની ઉપર રહેલા જિનેશ્વરને વાંદવા માટે ચતુર્વિધ સંઘ સાથે, બાવન દેવાલય સહિત, ચાલ્યો. કહ્યું છે કે –
તીર્થયાત્રા પુણ્યની શ્રેણિનું સત્રાગાર છે; પાપને નાશ કરવાનો હેતુ છે; જન્મ, ધન, વચન, મન અને શરીરને કૃતાર્થ કરનાર છે તથા યાવત્ તીર્થંકર નામકર્મ તેનું ફળ છે.” (૬૬)
બે તીર્થોની યાત્રાનું ફળ કેટલેક દિવસે તે પાપ રહિત મંત્રીશ્વર સિદ્ધાચળ પહોંચ્યો. ત્યાં તેણે આદિનાથને વંદના કરી પોતાને લાયક એવી સર્વ ઉચિત ક્રિયા કરી. સજજનોના સમૂહે પ્રશંસા કરેલા તે મંત્રીએ પચીશ ઘટી સુવર્ણની ખોળો વડે ચેત્યને સુશોભિત કર્યું. તે વખતે તે સિદ્ધાચળને
૧. દાનશાળા.
પેથડ કુમાર ચરિત્ર
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org