________________
ચઢીશું.'' મંત્રીએ કહ્યું : ‘આ તીર્થ અમારું છે એમ અમે કહીએ છીએ અને તમે પણ અમારું તીર્થ છે એમ કહો છો, માટે આનો શો હેતુ છે-તે કહો.'' ત્યારે તેણે કહ્યું : ‘જો નેમિનાથની પ્રતિમામાં કટિસૂત્ર (કંદોરો) અથવા અંચલિકા પ્રગટ કરાય તો સંસારની પીડાને હરણ કરનાર આ તીર્થ તમારું કેમ ન કહેવાય ? વળી આ જિનેશ્વર (પોતાની) પ્રતિમા ઉપર ભવ્ય જીવોએ પહેરાવેલાં આભરણોને સહન કરતા નથી, તેથી આ તીર્થ દિગંબરોનું છે, પણ શ્વેતાંબરોનું નથી, એ વાત સંશય રહિત જ છે.'' આ પ્રમાણે તેનું વચન સાંભળી જગતમાં અદ્ભુત ક્રિયાને કરનાર પેથડ મંત્રીએ કહ્યું : “શું જૂનાગઢ વગેરેમાં જે પ્રતિમાઓ છે તે કટિસૂત્રવાળી અને અંચલિકા રહિત નથી ? પરંતુ તે તમારી નથી. વળી, તમે કહ્યું કે, આ જિનેશ્વર આભરણોના સમૂહને સહન કરતા નથી, તો તેનું કારણ પણ સાંભળો : આ જિનેશ્વરનુ તેજ બાર યોજન સુધી જાય છે, તેથી તેને આભૂષણોની શી જરૂર છે ? જેમ આમ્રવૃક્ષ ઉપર તોરણ બાંધવાની જરૂર નથી, તે જ પ્રમાણે, ફલવર્ષિ પાર્શ્વનાથની જેમ, આ મૂર્તિનો અધિષ્ઠાયક દેવ આભૂષણ રહિત જ છે. અથવા તો આ તીર્થ તમારું હોય તો ચોતરફ પર્વતોના સમૂહને ધારણ કરનાર આ ગિરિરાજ ઉપર મહાદેવ વગેરે દેવતાઓની આરાધના કરનાર મનુષ્યો પણ આવે છે અને તેમનાં સ્થાપન કરેલાં મહાદેવનાં ઘણાં લિંગો છે, તે કેમ સંભવે ?'' આવી અનેક યુક્તિઓ વડે તે બન્ને સંઘપતિઓ વિવાદ કરવા લાગ્યા. તે વખતે ચતુરાઈવાળા અને વિચારવાળા બે પ્રકારના વૃદ્ધો તેમનો વિવાદ દૂર કરવા બોલ્યા. પેડકુમાર ચરિત્ર
:
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org