________________
કહ્યું છે કે
“હે વાર્ધક્ય ! આજે દેવયોગે તારું આગમન થયું તે ઘણું સારું થયું. ઘણે કાળે પૂર્ણ આયુષ્યવાળો પુરુષ જ તને દેખી શકે છે; તારા સંગથી કેવળ વાળ જ શ્વેત થાય છે એમ નથી, પરંતુ બુદ્ધિ પણ ઉજ્જવળ બને છે; દુર્લભ વેરાગ્ય પણ સુલભ થાય છે; સજ્જનોમાં માન્ય બને છે અને પુણ્યકાર્ય કરવાનું બુદ્ધિને સૂઝે છે -ઇત્યાદિક તારા કેટલા ગુણો અમે કહી શકીએ ?''
શ્વેતાંબર સંઘપતિનો વિજય તમો બન્ને સંઘપતિઓ વાદનો ત્યાગ કરી એક સાથે જ આ ગિરિ પર ચડો. પછી ઇંદ્રમાળ પહેરવાને વખતે જે વધારે ધન બોલે તેનું આ તીર્થ સમજવું કેમ કે ક્ષત્રિયો શસ્ત્રથી યુદ્ધ કરે છે; પંડિતો શાસ્ત્રથી યુદ્ધ કરે છે; વેપારીઓ પૈસાથી હરીફાઈ કરે છે; હલકા માણસો હાથથી લડાઈ કરે છે; સ્ત્રીઓ ગાળોથી કજિયો કરે છે અને પશુઓ શિંગડાં વડે સામનો કરે છે, માટે આપની હરીફાઈ ધનથી જ હોઈ શકે છે.” આ પ્રમાણે વૃદ્ધોએ કરેલી વ્યવસ્થાને તે બન્નેએ અંગીકાર કરી. પછી તીર્થને પોતાનું કરવા ઉદ્યમી થયેલા તે બન્ને સંઘ સહિત રેવતાચલ ઉપર ચઢવા. બધા લોકો રોમાંચિત
૧. વૃદ્ધાવસ્થા.
૧ ૪પ
- શ્વેતાંબર સંઘપતિનો વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org