________________
નથી.” એમ પૃથ્વીધરને કહી તે હેમાદિ પોતાને ઘેર આવ્યો. અવસરની રાહ જોતો તે હેમાદિ મંત્રી રાજાનું પડખું મૂકતો નહોતો, કેમ કે વિના અવસરે કરેલું કાર્ય સારું થતું નથી. કહ્યું છે કે :
“ગાયન, નૃત્ય, લક્ષ્મી, સ્ત્રી, અલંકાર, ભોજન, જળ અથવા દૂધ અને સાકર વગેરે સર્વ પદાર્થો અવસર વિના પ્રસન્નતારૂપી લતા માટે કુહાડારૂપ થાય છે.” (૫૦)
“અવસરે કહેલું વચન, અવસરે વાપરેલું શસ્ત્ર અને અવસરે થયેલી થોડી પણ વૃષ્ટિ પ્રાણીઓને કરોડગણું ફળ આપનાર થાય છે.” (૫૧)
ઘોડાની ખરીદી
આ અવસરે તે નગરીમાં ઘોડા વેચનારા પુરુષો આવ્યા, અને ઉઘાનમાં ઉત્તમ ઘોડાઓની શ્રેણિને બાંધી ત્યાં ઊતર્યા. તેમને આવેલા સાંભળી રાજા શ્રેષ્ઠ અશ્વ ખરીદ કરવા માટે ત્યાં ગયો, અને તેણે પ્રધાનને કહ્યું : “હે મંત્રી ! કહો, આ બધા અશ્વોમાં કયો અશ્વ આપણે ગ્રહણ કરીશું ?” ત્યારે શાલિહોત્રે રચેલા-કહેલા અશ્વનાં લક્ષણો જાણવામાં નિપુણ એવા પ્રધાને સર્વ અશ્વોને જોઈ એક જાતિવંત અશ્વ રાજાને દેખાડ્યો. તે અશ્વનું સર્વ દેવ જેવું હતું, તેના
ઘોડાની ખરીદી
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org