________________
શરીર ઉપર દશ આવતાં હતાં, તેની ગંધ માલતીના પુષ્પો જેવી હતી; તેના કાન નાના હતા; સ્નિગ્ધ (ચકચકિત) રોમની શ્રેણિ વડે તેની કાંતિ શ્યામ હતી; તેની પીઠ પહોળી હતી; વક્ષ:સ્થળ મોટું હતું; તેના શરીરનો પાછળનો ભાગ તથા બન્ને પડખાનો ભાગ પુષ્ટ હતો; તથા તેનો હેકારવ ગંભીર અને મોટો હતો. આવાં સંપૂર્ણ લક્ષણવાળો તે અશ્વ રાજાના હર્ષને માટે થયો–રાજાને પસંદ પડ્યો. તેથી તેની ગતિ વગેરે વડે પરીક્ષા કરી સર્વ લક્ષણ સહિત તે એવા અશ્વને સાઠ હજાર રૂપિયે ખરીદ કરી તેને લઈ રાજા પોતાને ઘેર ગયો.
એકદા રાજા તે અશ્વ પર આરૂઢ થઈ પ્રધાન અને થોડા પરિવાર સહિત બીજે ગામ જવા નીકળ્યો. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે કાદવવાળા તાજા પાણીના પૂરનો પ્રવાહ આવ્યો. તે દેખીને જાતિવંત અશ્વ રાજાએ ઘણા બળથી હાંક્યો તો પણ તે પાણીમાં ચાલ્યો નહીં, ત્યારે રાજાએ ખેદ પામી ચાબૂક વડે તેને ઘણું તાડન કર્યું તોપણ તે અશ્વ ચાલ્યો નહીં. તે જોઈ પ્રધાને વિચાર કર્યો : “આ જાતિવંત અશ્વ પાણીમાં કેમ ડરે છે ?' ઇત્યાદિ વિચાર કરતાં બુદ્ધિમાનમાં અગ્રેસર એવા તે મંત્રીએ તેનું કારણ જાણી લીધું, એટલે તેણે રાજાને નિવારીને કહ્યું : “હે દેવ ! તેના પૂંછડાને તેના પેટની સાથે બાંધી લો એટલે તે શીધ્રપણે આ પ્રવાહને ઓળંગશે.” તે સાંભળી રાજાએ તે પ્રમાણે ક્યું, એટલે તે અશ્વ તત્કાળ ઊડીને સામે પાર ગયો અને બીજા બધા અશ્વો પાણીમાં થઈને બહાર સામે કાંઠે નીકળ્યા, કેમ કે તે અશ્વો જાતિવંત નહોતા. પછી રાજા તે ગામ જઈ કાર્ય કરીને પેથડકુમાર ચરિત્ર
૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org