________________
પાછો વળ્યો, ત્યારે પણ તે જ રીતે તે અશ્વ ઊડીને આવ્યો. તે વખતે રાજાના પૂછવાથી ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા પ્રધાને કહ્યું: “મારું મોટું લાંબું પૂછડું પાણી સાથે અથડાતાં પૂંછડાથી ઊછળતા આ કાદવવાળા પાણીથી મારા સ્વામીની વેષભૂષા જરા પણ ખરાબ ન થાઓ- એવી શંકાના કારણે તે અશ્વ પાણીમાં પેઠો નહીં, કેમ કે કુલીન પ્રાણીઓ કોઈ પણ વખત પોતાના સ્વામીને પ્રતિકૂળ હોતા નથી.” આ સાંભળી રાજા અત્યંત ખુશી થયો. પછી રાજાની આજ્ઞાથી તે અશ્વને સર્વદા સુવર્ણના અલંકારો પહેરાવવામાં આવતા, ઉત્તમ ખાવાનું આપવામાં આવતું, હંમેશાં ત્રણ વાર ધૂપ ઉખેવવાપૂર્વક તેની આરતી ઉતારવામાં આવતી હતી, અને માથે ચંદરવા બાંધેલ એકાંત સ્થાનમાં તેને સુખ ઊપજે એવી રીતે રાખવામાં આવતો હતો. આ પ્રમાણે પરાક્રમી તે અશ્વ, રાજાને દેવની જેવો માન્ય થયો. પાણીરૂપી શત્રુના સૈન્ય વગેરે વડે આયુ સમાન એવા તે અશ્વને રાજાએ કષ્ટભંજન” એવું નામ આપ્યું.
આ રીતે વિનયગુણને લીધે તે અશ્વ પશુ છતાં પણ આદર સહિત પૂજાને પામ્યો, તેથી હું બીજા ભવ્ય જનો ! તમે પણ પાપનોકષ્ટનો નાશ કરનાર આવા વિનયમાં જ યત્ન કરો. વિનયથી વિદ્યા, ધન, માન, યશ અને સુખ પ્રાપ્ત થાય છે. ઘણું કહેવાથી શું ? વિનય જ આ ભવ અને પરભવને વિશે શુભ ફળને આપનાર છે.
આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા તે અશ્વનો આશય જાણવાથી સંતુષ્ટ થયેલા રાજાએ હેમાદિ પ્રધાનને ઇચ્છિત વરદાન માગવાનું કહ્યું ત્યારે,
ઘોડાની ખરીદી
Jain Education International
For Private & Personal Use Only
.
.
www.jainelibrary.org