________________
અવસર જાણીને, મંત્રીએ કહ્યું : “હે દેવ ! આ આપનું વચન વૃદ્ધ પુરુષને દૂધ પાવા જેવું થયું છે, કેમ કે મારે પહેલાં પણ આપની પાસે કાંઈક એક બાબત માગવાની ઇચ્છા હતી જ, તેમાં આજે આપે આ પ્રમાણે વરદાન માંગવાનો આદેશ કર્યો, તો હે ઉદાર દાતાર ! સાંભળો : મારો એક બંધુ આ નગરીમાં એક મનોહર ચેત્ય બંધાવવા ઇચ્છે છે, તેથી તેને માટે મનવાંછિત સ્થાનમાં તેટલી વિશાળ જગ્યા એ આપ આપો.” તે સાંભળી રાજાએ કહ્યું : “હે મંત્રી ! આ બાબત બાહ્મણોને અપ્રીતિ થાય તો પણ મારે તમને તેટલી જગ્યા આપવી જ છે; પરંતુ કહો કે તે તમારા બંધુનું નામ શું છે ? અને તે ક્યાં રહે છે ?” હેમાદિ એ જવાબ આપ્યો : “હે સ્વામી! અવંતી દેશના અલંકારરૂપ અને ધર્મકર્મમાં તત્પર પૃથ્વીધર નામનો મંત્રી મારો જીભનો માનેલો બંધુ છે. ત્યાંના જયસિંહ નામના રાજા તો માત્ર તે અવંતી દેશમાં બિંબરૂપે જ છે; બાકી તો માત્ર છત્ર-ચામર વિનાનો પૃથ્વીધર જ રાજા છે. તે પ્રાત:કાળે આપને પ્રણામ કરવા માટે આવશે. તે વખતે તે સ્નેહથી આપને ઘેર આવેલા અવંતીના તે સ્વામી યોગ્ય એવા સર્વ ગૌરવને (આદર-સત્કારને) માટે લાયક છે.” આ પ્રમાણે તેનાં વચન સાંભળી, હૃદયમાં અવધારી, રાજાએ અનેક રાજકાયોમાં તે દિવસને નિર્ગમન કર્યો. વિકસ્વર હૃદયકમળને ધારણ કરતા હેમાદિએ પણ પૃથ્વીધર પ્રધાનની પાસે જઈ પ્રાત:કાળે રાજાને
૧. વૃદ્ધને દૂધ પીવાની ઇચ્છા હોય જ છે. તેમાં તેને કોઈ દૂધ આપેપાય, તેવું તમારું આ વચન છે. • • • • • • • • • • પેથડક માર ચરિત્ર
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org