________________
મળવાની વાત જણાવી.
પ્રાતઃકાળે જેમ સૂર્ય ઉદયાચળ પર્વત પર આરૂઢ થાય તેમ તે રાજા, મંત્રી અને સામંત વગેરેની સાથે સભામાં સિંહાસન પર આરૂઢ થયો. તે વખતે એક થાળમાં સોનામહોરો ભરી તેના ઉપર એક શ્રીફળ મૂકી માલવ દેશના પ્રધાન પેથડ તે રાજાને મળવા આવ્યો. પ્રધાન જયારે સમીપે આવ્યો, ત્યારે રાજાએ એકદમ સિંહાસન પરથી ઊભા થઈને તેને પ્રીતિથી આલિંગન કર્યું ‘કુળવાન પુરુષો વિનયવાળા જ હોય છે.' કહ્યું છે કે
“મૃગની સ્ત્રીઓ (મૃગલીઓ)નાં નેત્રો કોણે આંજ્યાં છે ? મનોહર પીંછાવાળા મોરોને કોણ અલંકાર કરે છે ? કમળને વિષે પત્રનો સમૂહ કોણ કરે છે ? તથા કુળવાન પુરુષોમાં કોણ વિનયને સ્થાપન કરે છે ? કોઈ કાંઈ પણ કરતું નથી, કેમ કે તેવો તેમનો સ્વભાવ જ છે.” (પર).
તમ
પછી રાજાએ તેને યોગ્ય આસન પર બેસાડી કુશળ સમાચાર પૂછી તે થાળમાંથી માત્ર શ્રીફળને જ ગ્રહણ કરી બીજુ ભેટશું તેને પાછું આપ્યું. પછી તે પ્રધાનને પહેરામણી પહેરાવી રાજા તેને જમીન આપવા માટે અશ્વ પર આરૂઢ થઈ, ઘણા પરિવાર સહિત, નગરીમાં ગયો. ચૌટાની મધ્યે તેણે ભૂમિ માગી, ત્યારે રાજાએ બ્રાહ્મણોને દુભાવીને પણ તે જ ભૂમિ આપી ત્યાં દોરી દેવરાવી. પછી તે જ વખતે પ્રધાને ભેટણામાં આણેલા સુવર્ણ વડે નગરીના લોકોને સંતોષ ૮૯
ઘોડાની ખરીદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org