________________
પમાડી વાજિંત્ર વગાડવાપૂર્વક હર્ષનો મહોત્સવ કર્યો. સરળ હૃદયવાળા તે પ્રધાને મોટા શેઠિયાઓની સાત હવેલીઓ થાય તેટલી વિશાળ ભૂમિમાં રહેલા હાટ અને ઘરો બધાં પાડી નંખાવ્યાં. લોકમાં કહેવત છે : “જળવાળો પ્રદેશ મકાન કરવા માટે તોડી નંખાય છે; મકાનને ઘરનો ઓરડો કરવા માટે તોડી નંખાય છે; ઓરડો હાટ કરવા માટે તોડી નંખાય છે અને હાટ ચૈત્ય કરવા માટે તોડી નંખાય છે.” પછી ત્યાં શુભ દિવસે ત્રણ વાંસ ઊંડી ભૂમિ પાયાને માટે ખોદી ત્યારે ત્યાં તે નગરીનાં સર્વ જળાશયોમાં પૂર્વે જેવું પાણી નીકળ્યું નહોતું તેવું અતિ સ્વાદિષ્ટ પાણી નીકળ્યું. તે પેથડે પાયો ખોદાવતાં તેવા. પ્રકારનું મિષ્ટ જળ નીકળ્યું તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમ કે પુણ્યશાળીના ભાગ્ય તો નિધાન પણ નીકળે છે. કહ્યું છે :
“પૃથ્વી પર પગલે પગલે (ઠેકાણે ઠેકાણે) નિધાનો હોય છે, અને યોજન યોજના અંતરે રસકૂપિકા હોય છે, એ રીતે પૃથ્વી પર ઘણાં રત્નો હોય છે. પરંતુ ભાગ્યહીન પુરુષો તેને જોઈ શકતા નથી.”
(૫૩)
આવું સ્વાદિષ્ટ પાણી નીકળ્યું જાણીને અત્યંત ઈષ્યવાળા બ્રાહ્મણોએ ઉત્સુકતાપૂર્વક સાયંકાળે જ રામદેવ રાજા પાસે જઈ વિનંતી કરી : “હે રાજા ! સાંભળો. આ નગરીમાં કોઈ પણ ઠેકાણે સ્વાદિષ્ટ પાણી અત્યાર સુધી નીકળ્યું નથી. તે આજ આપના ભાગ્યથી ચૈત્યની ભૂમિમાં પ્રગટ થયું છે, તેથી તે જગ્યાએ આપ મોટી વાવ કરાવો.
પેથડકુમાર ચરિત્ર
૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org