________________
લોકો જગતમાં હોય છે; પરંતુ પોતાના ધન વડે બીજાની પ્રસિદ્ધિ કરનાર તો એક પૃથ્વીધર જ છે.' આ પ્રમાણે મનમાં તેની પ્રશંસા કરીને તે સ્વર્ગની નગરીના ગૌરવને તિરસ્કાર કરનાર માંડવગઢમાં ગયો અને દેદના પુત્ર પેથડને તે મળ્યો. પેથડે પણ હર્ષથી તેનો સત્કાર કર્યો.
,,
પછી હેમાદિએ પેથડને કહ્યું : “તમે મારા નામની આવી ઉત્તમ દાનશાળા માંડી છે, તેનું શું કારણ છે, તે પ્રસન્ન થઈને (કૃપા કરીને) મને કહો. જોકે તમારા ઉપકારના અનૃણપણાને હું પામી શકું તેમ નથી, તોપણ મારે માટે ઉચિત કાર્ય બતાવીને મને આનંદ આપો.'' આ પ્રમાણે અતિ આગ્રહથી પ્રધાને પૂછ્યું, ત્યારે પૃથ્વીધરે કહ્યું : “હે મંત્રીશ્વર ! જો વિલંબ કર્યા વિના કાર્યની સિદ્ધિ થાય તેમ હોય તો હું કહું.'' હેમાદિએ કહ્યું : ‘“વધારે તો શું કહું ? તમે ઇચ્છેલુ કાર્ય મારે ધન વડે, બળ વડે અને આ શરીર વડે પણ અવશ્ય કરવાનું છે.'' દેદપુત્ર પેથડે કહ્યું : “જો એમ છે તો તમે મને દેવગિરિ નગરીમાં જિનચૈત્યને લાયક મોટી જમીન આપો.’’ તે સાંભળી, બ્રાહ્મણોની ઉદ્ધતાઈને લીધે આ કાર્ય દુષ્કર છે એમ જાણવા છતાં પણ, પેથડના મોટા ઉપકારથી ભારવાળો થયેલો હોવાથી, તે પ્રધાને તે કાર્ય અંગીકાર કર્યું. પછી તે બન્ને મંત્રીશ્વર પરિવાર સહિત દેવગિરિ નગરીમાં ગયા. ત્યાં હેમાદિએ તે મંત્રીશ્વરને મનોહર હવેલીમાં ઉતારો આપ્યો. ‘હું પોતે જ ચૈત્યની ભૂમિ માટે રાજાને વિનંતી કરીશ. આ બાબત વિશે તમારે કાંઈ પણ ચિંતા કરવાની પેથડકુ માર ચરિત્ર
(
Jain Education International
For Private & Personal Use Only
૮૪
www.jainelibrary.org