________________
આટલા બધા લોકો, આટલા લાંબા કાળથી, બોલે છે, તેથી તેઓ અસત્યવાદી હોય નહીં.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાના એક માણસને તે જોવા માટે કારપુરમાં મોકલ્યો. તે ત્યાં જઈને પાછો આવ્યો, અને જાણેલી હકીકત આ પ્રમાણે કહેવા લાગ્યો :
હે મંત્રીશ્વર ! સર્વ પ્રકારના સ્વાદિષ્ટ રસવાળી તે દાનશાળામાં જે ભોજનનો રસ લે છે, તે જિલ્લાને હું રસજ્ઞા કહું છું, અને બીજી જિહાને તો માત્ર સ્વાદ કરવાથી રસના કહેવી જોઈએ. ત્યાં જમવા આવેલા મનુષ્યમાંથી કોઈ પણ મનુષ્ય સંતોષ પામ્યા વિના જતો નથી, અવજ્ઞાથી જેવું તેવું ભોજન કરીને જતો નથી, તથા તમારી પ્રશંસા કર્યા વિના જતો નથી. આટલા ત્રણ વરસના કાળમાં કુલ સવા કરોડ રૂપિયાનો ખર્ચ તમારે થયો છે, પરંતુ, હું માનું છું કે, તમારા યશ અને પુણ્ય તો કરોડ કલ્પાંત કાળ સુધી પહોંચે તેટલાં થયાં છે.” આ પ્રમાણે કાનરૂપી નીક દ્વારા આવેલા તેના વચનરૂપી જળ વડે તે હેમાદિનું હૃદય સિંચાયું, તેથી તેના આખા શરીરમાં રોમરૂપી અંકુ રોનો સમૂહ પ્રગટ થયો-રોમાંચ ખડાં થયાં. પછી તે હેમાદિ જાતે કારપુરમાં ગયો. ત્યાં દાનશાળાના અધિકારીને સારી રીતે પૂછી દાનશાળાનો માલિક પૃથ્વીધર છે એમ જાણી તેણે મનમાં તેની પ્રશંસા કરી : ‘તે પુણ્યવતી સ્ત્રીની કુ ક્ષિનું હું ઉતારશું થાઉં છું, કે જેણીએ આ પૃથ્વીધરરૂપ રત્ન ઉત્પન્ન કર્યું છે. જે સ્ત્રીને આવો પૃથ્વીધર જેવો લોકોત્તર ગુણવાળો પુત્ર હોય, તે પુત્રવતી સ્ત્રી ખુશીથી ગર્વ ધારણ કરો. બીજાના ધનથી પોતાનું નામ પ્રસિદ્ધ કરનારા ઘણા
પેથડની નિરહંકારિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org