________________
ખાતા-પીતા હતા. જમ્યા પછી તેમને કપૂર સહિત અને નાગરવેલના પાન સહિત સોપારી આપવામાં આવતી હતી તથા સૂવા-બેસવા માટે સુંદર પલંગો આપવામાં આવતા હતા. ત્યાં આવનાર પ્રવાસીજનો સ્વાદિષ્ટ ભોજન કરતા અને સુખે સૂતા હતા; તેથી તેઓ પોતાની સ્ત્રી અથવા માતાના હાથને કે પોતાના ઘરને સંભારતા પણ નહોતા. કોઈ પ્રવાસી દાનશાળાના માલિકનું નામ પૂછતા, તો તેને હેમાદિ પ્રધાનનું નામ કહેવામાં આવતું. આ પ્રમાણે તેણે તે દાનશાળા ત્રણ વર્ષ સુધી અખંડ ચલાવી. તેથી ભોજન કરીને પ્રસન્ન થયેલા ભાટચારણો જ્યારે દેવગિરિ નગરીમાં જતા હતા ત્યારે તે ત્રણે વરસ સુધી આદરપૂર્વક હેમાદિની આ પ્રમાણે પ્રશંસા કરતા હતા :
હે હેમાદિ મંત્રી ! કારપુરરૂપી વતુલ ક્યારો છે, તેમાં જગતના લોકોને પ્રીતિ કરનારી દાનશાળારૂપી પવિત્ર બીજ (પુણ્યરૂપી બીજ) વાવેલું છે, સાધુ રૂપી સેન્ચે તેનો ત્યાગ કર્યો છે, તેથી આ વિસ્તાર પામેલી કવિતારૂપી પાણીની નીક વડે તૃપ્ત થઈને તેમાં તમારી અનુપમ કીર્તિરૂપી લતા ઉત્પન્ન થઈ છે, તે આજે માંડવાની જેમ બ્રહ્માંડ ઉપર ચડે છે.”-ઇત્યાદિક અસત્ય જેવા વર્ણનને હંમેશાં સાંભળતા હેમાદિએ એકદા મનમાં વિચાર કર્યો : “મેં જન્મથી આરંભીને અત્યાર સુધી વાચકોને ગાળો સિવાય બીજું કાંઈ આપ્યું નથી, તો આ લોકો દાનશાળાની શી વાત કરે છે ? કદાચ કાંઈ એકાદ માણસ આવું વચન બોલે તો તે ખોટું હોઈ શકે છે, પરંતુ
૧. સૈન્યના ઉપદ્રવ રહિત છે.
પેથડકુમાર ચરિત્ર
૮ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org