________________
તેવો નથી. તેમ જ પ્રધાનને પ્રસન્ન કર્યા વિના રાજાને પ્રસન્ન કરવો તે યોગ્ય પણ નથી, કેમ કે દ્વારપાળની પૂજા કર્યા વિના મૂળનાયકની પૂજા થતી નથી. દરવાનને ખુશ કર્યા વિના માલિકને મળાતું નથી. તેથી એક દાનશાળા કરાવવી અને તેમાં હેમાદિનું નામ આપવું. પછી લોકની પરંપરાએ પ્રાસુક (કંઈ કર્યા-કરાવ્યા વિના જ-મફતનો) પોતાનો યશ સાંભળીને તે ખુશી થશે. આ પ્રમાણે કરવાથી તેની પ્રસન્નતા થશે, અને મને દાનથી ઉત્પન્ન થતું પુણ્ય પ્રાપ્ત થશે. આંબાને પાણી પણ મળશે અને અને પિતાને તૃપ્તિ પણ થશે.”એ ન્યાય વડે બન્ને બાબત થશે.” આ પ્રમાણે વિચાર કરીને તે પૃથ્વીધરે ઓકાર નગરમાં મુસાફરોના સમૂહને પ્રસન્ન કરનારી એક મોટી દાનશાળા માંડી. તેમાં ઉત્તમ પુરુષો આવે તેમને નિર્મળ જળ વડે સ્નાન કરાવવામાં આવતું, અને સામાન્ય માણસોને માટે પગ ધોવાનું પાણી તૈયાર રાખવામાં આવતું, તેમ જ તે દાનશાળાની પાસે તૈયાર કરાવેલા ચૈત્યમાં તે સર્વે અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરતા હતા. તે પ્રમાણે સાધર્મિક થયેલા તે સર્વેને ભોજન કરાવવામાં આવતું. અહો ! તેનો વિવેક કેવો છે ! ત્યાં અનેક પ્રકારનાં ઘણાં પકવાન્નો, ખાંડયુક્ત માંડા (માલપુવા), અખંડ (આખા) અને ઉજજવળ ચોખા (ભાત), પીળા રંગને પામેલી અને વઘાર વગેરેના ગુણવાળી દાળ, નાકે પીવાય તેવું ઘી, ઘણાં શાક, પિત્તને શમાવનાર કરંભો, સ્નેહવાળું (ચીકાશવાળું) દહીં અને લવિંગના સંગ વડે સુગંધી કરેલું શીતળ પાણી—આ બધું આવેલા મનુષ્યો ઇચ્છા પ્રમાણે
* પેથડની નિરહંકારિતા
૮
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org