________________
પેથડે હર્ષ પામી વિચાર કર્યો : “આ નગરી તો ઇંદ્રની નગરી જેવી છે, પરંતુ મિથ્યાત્વરૂપી અંધકારવાળી છે, તેથી જો તે નગરીમાં ચૈત્ય કરાવ્યું હોય તો તે અમાવાસ્યાના અંધકારમાં દીવા જેવું અને લવણ સમુદ્રમાં અમૃતના કૂવા જેવું ગણાય. તેથી જો કોઈ પણ પ્રકારે હું
ત્યાં ચૈત્ય કરાવું તો ઘણો લાભ થાય અને જિનશાસનની પ્રભાવના પણ ઘણી સારી થાય.” (અહીં ગ્રંથકાર કહે છે કે, “ચેત્યાદિક પુણ્ય કાર્ય કરાવનારા બીજા ભવ્ય જીવો પણ જેઓ આ પેથડના જેવા ભાવને ધારણ કરે છે, તેઓ જ અગણિત પુણ્યવાન છે, પરંતુ જેમના ચિત્તની વૃદ્ધિ અન્યથા પ્રકારની હોય અને ચેત્યાદિક કરાવે તેઓ પુણ્યવાન નથી.” કહ્યું છે કે
““દરેક જીવે પ્રાય: અનંત ચેત્યો અને જિનપ્રતિમાઓ કરાવી છે, પરંતુ તે શુભ ભાવથી કરાવેલ નહીં હોવાથી સમકિતનો લેશ સિદ્ધ થતો નથી.”
પેથડની નિરહંકારિતા ફરીથી પેથડે વિચાર્યું : “હેમાદિ પ્રધાનની સાથે હું પ્રેમસ્નેહ-સંબંધ બાંધું તો તેની પ્રેરણા વડે તેના રાજાથી આ મારું સિદ્ધ થાય, કેમ કે સર્વ પ્રકારની લક્ષ્મીથી સંપૂર્ણ હોવાથી તે રાજા ઘણા સુવર્ણ, માણિક્ય, અશ્વ અને હાથી વગેરે વડે પ્રસન્ન કરી શકાય પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org