________________
કહ્યું છે કે
ચોરો, ધાર્મિક જનો, શત્રુઓ, શત્રુઓને પ્રાપ્ત થયેલા અને પરસ્ત્રીની પાસે રહેલા-આ સર્વ લોકો પોતપોતાના શુભાશુભ કર્મમાં જો વિલંબ કરે તો તેમના સ્વાર્થનો નાશ થાય છે.” (૬૪)
આ પ્રમાણે તેનું વચન સાંભળી મનમાં આશ્ચર્ય પામેલા તે કપટચોર (ખોટા ચોર) ઝાંઝણે દારિદ્રયને કૂટવામાં લાત સમાન એક પેટી પ્રથમ ગ્રહણ કરી. તે પછી આમાં શી શી વસ્તુ છે એવો નિર્ધાર કર્યા વિના જ તે બીજા ત્રણે ચોરોએ એક એક પેટી ઉપાડી અને તે કપટ-ચોરની સાથે તેઓ કુશળપણે ચૌટામાં પહોંચ્યા. ત્યાં તેણે ખોટી પ્રીતિથી તેમને પૂછયું : “હવે આપણે અહીંથી જુદા પડીએ છીએ, માટે કહો કે આપણે ફરી પ્રેમપૂર્વક ક્યાં મળીશું ?” ત્યારે વિશ્વાસ પામેલા તેઓએ કહ્યું: “પ્રાત:કાળે માણેકચોકની પાસે હાથમાં બીજોરાનું ફળ રાખીને જેઓ આવે, તે અમે જ છીએ એમ જાણવું. માટે હે ચોર ! તું પણ ત્યાં આવજે.” આ પ્રમાણે વાત કરીને તે ચારે ચોરો, પરલોકમાં જતાં જંતુઓની જેમ, જુદે જુદે માર્ગે ચાલ્યા ગયા. જાણે નિધિ પ્રાપ્ત થયો હોય તેમ ચોરની પ્રાપ્તિથી હર્ષ પામેલો ઝાંઝણ પણ પોતાને ઘેર ગયો.
પ્રાતઃકાળ થતાં પૃથ્વીધર મંત્રીએ આવીને જોયું તો લક્ષ્મીના ઘરનું તાળું ભાંગેલું તથા તેમાંથી રત્નોની ચાર પેટી ચોરાયેલી જાણી તત્કાળ તે વાત રાજાને જણાવી. તે સાંભળી રાજા જાણે, ભયંકર યમરાજ હોય તેમ, અત્યંત ગુસ્સે થયો અને તે મંત્રીપુત્રને તત્કાળ
પેથડકુમાર ચરિત્ર
૧ ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org