________________
તેઓએ કહ્યું : “અમારામાંથી એક જણ શકુનશાસ્ત્રથી સર્વ શુભાશુભ જાણે છે; બીજો પથ્થરથી તાળાં તોડે છે અને ત્રીજો એક જ વાર સ્ત્રી કે પુરુષનો શબ્દ સાંભળવાથી પછી કોઈ પણ વખત તેને શબ્દથી જ ઓળખી શકે છે.'' આ પ્રમાણે તે ત્રણેએ પોતપોતાની શક્તિ કહીને તેને પૂછ્યું : ‘‘તારામાં શી શક્તિ છે, તે તું અમને કહે.'' ત્યારે તેણે શ્લેષવાળું (બે અર્થવાળું) વચન કહ્યું : ‘‘કોઈ યોગી ગુરુએ મને કરુણા નામની ઔષધિ આપી છે, તેનો પ્રભાવ એવો છે કે હું જે ચોરોની સાથે હોઉં તેઓ કદાપિ વધને પામે નહીં. તેથી આજે આપણે ઘણી સમૃદ્ધિવાળા રાજાના મહેલમાં જ પ્રવેશ કરીએ, કારણ કે, મોતીનો સમૂહ છોડીને ચણોઠીના ઢગલામાં હાથ કોણ નાંખે ?’’ તે સાંભળી તેઓ હર્ષ પામી જ્યારે તેની સાથે રાજમહેલ તરફ ચાલ્યા, ત્યારે સારી દિશામાં રહેલ શિયાળે શબ્દ કર્યો, તે સાંભળી તે શકુન જાણનાર ચોર બોલ્યો : “આ શકુન વડે આપણે અમૂલ્ય મણિઓ પામશે. પરંતુ તે એક દિવસ પણ આપણી પાસે રહેશે નહીં.’' તે સાંભળી ઝાંઝણે કહ્યું : ‘“જો એમ હોય તો આપણે મણિઓને તજીને રેશમી વસ્ત્રો અને સુવર્ણ વગેરે બીજી અમૂલ્ય વસ્તુઓ લઈશું; તે રાજમહેલ તો સર્વ વસ્તુની ખાણ છે.’' એમ કહી તે મંત્રીપુત્ર તેમને રાજમહેલમાં લઈ ગયો. ત્યાં એક ખજાનાના ઓરડાનું તાળુ ભાંગીને તે ચારે જણા નિર્ભયપણે અંદર પેઠા. એટલામાં ભૈરવી નામના પક્ષીનો સ્વર સાંભળી તે શકુનજ્ઞાનીએ કહ્યું : “અરે ! અહીં રાજાનો કોઈ સુભટ આપણને જુએ છે, માટે હવે અહીં વિલંબ કરવો ઠીક નથી.''
ચોરને પકડવાનો પ્રયત્ન
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org