________________
સભામાં બોલાવ્યો; કેમ કે રાજાઓ કોઈના પોતાના થતા જ નથી. શું બિંદુસાર રાજાએ ચાણક્ય મંત્રીનું અપમાન નહોતું કર્યું ? તે જ પ્રમાણે નંદ રાજાએ શકપાલ મંત્રીનું અને ભીમ રાજાએ શ્રી વિમલ મંત્રીનું અપમાન નહોતું કર્યું? તે વખતે સભામાં રહેલા સજજનોએ હૃદયમાં ખેદ ધારણ કર્યો, અને દુર્જનોએ આનંદ ધારણ કર્યો તથા તેના પિતાએ (પૃથ્વીધર મંત્રીએ) પુત્રે કરેલી પ્રતિજ્ઞાનો વિપર્યાસ (ભંગ) માન્યો.
અહીં પ્રાતઃકાળે ઝાંઝણે ઊભા થઈ પોતાના શસ્ત્રધારી પુરુષોને કહ્યું: “માણેકચોકની પાસે જે ત્રણ પુરુષોના હાથમાં બીજોરાનાં ફળ હોય તેમને બાંધીને લાવો.” એમ કહી તેમને ચૌટામાં મોકલ્યા. તે પુરુષો માણેકચોકમાં ગયા. ત્યાં વેપારીઓના વેષવાળા તેમને જોઈ, બીજોરાની નિશાનીથી ઓળખી, હાથ પાછળ રાખી પાંચ મોડીએ બાંધી મંત્રીપુત્રની પાસે લઈ ગયા. કૌતુક જોવાને એકઠા મળેલા પુરજનોથી વીંટાયેલા તે ચોરોને તે ધન્ય (પુણ્યશાળી) આરક્ષક રાજાની પાસે લઈ ગયો. અને તેણે રાજાને કહ્યું : “હે સૂર્ય સમાન પ્રતાપવાળા સ્વામી ! જેમ પ્રાણીઓને રાગ, દ્વેષ અને મોહ લૂંટે છે, તેમ પુરજનોને આ ત્રણ ચોરો લૂંટે છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો.” આ પ્રમાણે તેણે કહ્યું, ત્યારે રાજાએ તેમને પેટીઓ ચોર્યાનું પૂછ્યું, પરંતુ તેઓ કોઈ પ્રકારે માન્યા નહીં, કેમ કે ચોરો અસત્યરૂપી વેલડીના કંદરૂપ હોય છે. કહ્યું છે કે
‘અસત્યરૂપી લતા ચોરોમાં અંકુરિત થઈ છે, વેપારીઓમાં
૧ ૩૯
ચોરને પકડવાનો પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org