________________
વ્યાપારમાં વ્યગ્રતા છતાં પણ, બરાબર પાળતો હતો. સંપત્તિઓ જિનેશ્વરની ભક્તિથી જ પ્રાપ્ત થાય છે, તે સંપત્તિને પ્રથમ પ્રાપ્ત કરીને પછી જેઓ તે જિનેશ્વરની ભક્તિ ન કરે, તેઓ અવશ્ય સ્વામીદ્રોહી છે એમ જાણવું.
એકદા સૂર્યની જેવી શોભાવાળા તે મંત્રીએ મધ્યાહ્ન સમયે કર્મને છંદવામાં દેદીપ્યમાન ચક્ર સમાન શ્રી જિનેશ્વરની આ પ્રમાણે પૂજા કરવા માંડી—એક પહેરવાનું અને બીજુ ઉત્તરાસનનું એમ બે રેશમી વસ્ત્ર ધારણ કરી મુખકમળમાં કોશ બાંધી, હાથમાં અલંકાર પહેરી તે મંત્રીએ વિધિપૂર્વક સ્નાત્રાદિક પૂજા કરી. પછી પોતાની પાછળ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બેઠેલા માણસે અનુક્રમે તેના હાથમાં પુષ્પો આપવા માંડયાં, તે પુષ્પો વડે તે ભગવાનની અદ્ભુત આંગી રચવા લાગ્યો.
આ અવસરે સારંગદેવ રાજાનું સૈન્ય અવન્તી દેશની સીમાએ આવીને રહ્યું છે, તે વાત સાંભળી રાજાને તેની સાથે સંધિ કરવાની ઇચ્છા થઈ. કહ્યું છે કે
―
‘‘સંધિ, વિગ્રહ (યુદ્ધ), યાન (પ્રયાણ), આસન (બેસી રહેવું), વૈધ (ભેદ કરવો) અને આશ્રય (કિલ્લામાં છુપાઈ રહેવું) : આ છ રાજાના રાજ્યરૂપી કેળના વનને રક્ષણ કરનાર પહેરેગીરો છે.''
પછી રાજાએ સંધિ વિગ્રહ વગેરેમાં નિપુણ એવા દૂતને શીઘ્રપણે મોકલવાની ઇચ્છાથી જોશીને પૂછ્યું, ત્યારે તેણે વિજય
પેથડ મંત્રીની દેવપૂજા
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org