________________
રહેલા શ્રી અજિતનાથની પુષ્પાદિક વડે પૂજા કરી.
તે પછી સંઘ પાલનપુરમાં આવ્યો. ત્યાં માત્ર નેત્રના દર્શન કરવાથી જ પ્રહલાદન નામના રાજાને રોગ રહિત કરનાર શ્રી પાર્શ્વદેવ રહેલા છે. તેના દર્શનને માટે હંમેશાં શ્રીકરીને ધારણ કરનારા ચોરાશી શ્રેષ્ઠીઓ આવે છે. ત્યાં હંમેશાં દર્શન કરનાર મનુષ્યોએ મૂકેલી સોપારીની એક ગુણ પરિપૂર્ણ ભરાય છે અને એક મૂડો ચોખા થાય છે. ત્યાં પાપને નાશ કરનારા તે પાર્શ્વનાથ જિનેશ્વરની પૂજા કરી, જોવાલાયક આશ્ચર્યને જોઈ, પછી અણહિલપુરના માર્ગને ગ્રહણ કરી, સંઘે તે તરફ પ્રયાણ કર્યું, અને કેટલેક દિવસે, વિઘ્ન રહિત તે પાપસમૂહને હણનાર સંઘ તીર્થનાથ શત્રુંજયના પંથે પડચો. તે ઠેકાણે પડાવ નાંખીને મંત્રીએ અગિયાર મૂડા ઘઉંની પાંચધારી લાપશી કરાવી. તીર્થરાજનાં દર્શનથી ઉત્પન્ન થયેલા મોટા આનંદની જાણે વાનગી દેખાડતો હોય તેમ તે મંત્રીએ તે લાપશી આખા સંઘમાં થોડી થોડી શેષ તરીકે આપી. તે પછી પુણ્યબુદ્ધિવાળો તે, વાજિંત્રના નાદ, નટીના નૃત્ય અને મંગળ ગીતના આડંબર સાથે, પાદલિપ્ત-પાલીતાણા નગરમાં આવ્યો.
આ અવસરે લઘુ કાશ્મીર એવા નામથી પ્રસિદ્ધ સ્થિરાપદ્ર (થરાદ) નગરથી વાસુદેવના જેવી લક્ષ્મીવાળો આભુશેઠ પણ સંઘ સાથે પાદલિપ્ત નગરમાં આવ્યો. તે આભુ પ્રભાવકોમાં અગ્રેસર હતો; શ્રીમાળ જ્ઞાતિનો અલંકાર હતો અને લોકમાં આ છેલ્લો માંડલિક રાજા છે' એવા બિરુદને પામેલો હતો. તેના સંઘમાં ચૌદ હજાર ગાડાંઓ પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૭૦
www.jainelibrary.org