________________
હતાં; પંદરસો ને દશ જિનબિંબો હતાં; સાતસો જિનચૈત્યો હતાં; તેર પાણીના પટ્ટ હતા; સાત પરબ હતા; જળ વહન કરનારાં સુડતાળીશ બળદો હતા; બાવીશ સો ઊંટો હતા; પંદરસો ને દશ અશ્વો હતા; નેવું સુખાસનો હતા; નવાણું શ્રીકરીઓ હતી; ત્રણ સો પાણીની પખાલો પાડા ઉપર રાખવામાં આવી હતી; ચૌદ લુહાર હતા; સો કંદોઈ-રસોઈયા અને સો રાંધવાનાં કડાયાં હતા; પચાસ સલાટ હતા; બસો માળી હતા; સમૃદ્ધિવાળા સો તંબોળી અને સો પંચકુળ હતા. બસો આઠ દુકાનો હતી, સત્તરસો ને બાવન કાષ્ઠના ભારા વહન કરનારા હતા તથા છત્રીશ આચાર્યો હતા.
3
આ ઝાંઝણ મંત્રી પરદેશથી આવેલા હોવાથી એ અતિથિરૂપ છે એમ જાણીને આભુ સંઘપતિએ તે મંત્રીને પ્રથમ સિદ્ધાચળ ઉપર ચડવાનું માન આપ્યું, તેથી તે મંત્રી મહોત્સવપૂર્વક સંઘ સાથે ઉપર ચઢચો. ત્યાં (એણે) મરુદેવા માતા અને કપર્દી યક્ષ વગેરેની પૂજા કરી; પર્વતના શિખર પર રહેલા શ્રી યુગાદીશને નમી વિસ્તારથી તેનો સ્નાત્ર-મહોત્સવ કર્યો; પ્રથમ મોતી, પરવાળા, સોના અને રૂપાનાં પુષ્પો વડે પૂજા કર્યા પછી ત્રણ કરોડ સુગંધી પુષ્પો વડે પૂજા કરી; પછી ધ્વજા ચડાવી પ્રભુને આરતી ઉતારી; પછી પ્રિયાલ (રાયણ) વૃક્ષને વધાવી પોતાના મસ્તક પર તે રાયણને વરસાવી. પછી મેઘની
૧. વેણાં. ૨. પાલખી. ૩. મીયાના ૪. સંઘપતિ રાયણને વધાવી તેની નીચે ઊભો રહે, તે વખતે રાયણમાંથી દૂધની વૃષ્ટિ તેના મસ્તક પર પડતી હતી. આવો જીવ ત્રણ ભવે મોક્ષગામી હોય છે, એમ સાંભળવામાં આવે છે.
૧૭૧
Jain Education International
ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રાસાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org