________________
આમો તરંગ
ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્દભુત શાસન-પ્રભાવના
પેથડ મંત્રી સ્વર્ગે ગયા પછી શુક્રાચાર્યની શ્રેષ્ઠ બુદ્ધિનો પણ નાશ કરનારો અને ચંદ્ર જેવી ઉજજવળ કીર્તિવાળો તેનો પુત્ર ઝાંઝણ રાજવ્યાપાર કરવા લાગ્યો. (મંત્રીની જગ્યાએ નિમાયો.)
તેણે એકદા ગુરુ પાસે ધમદશનામાં સાંભળ્યું : “તીર્થની યાત્રા કરવાથી આરંભ-સમારંભની નિવૃત્તિ થાય છે, ધનની સફળતા થાય છે; સંઘની ભક્તિ થાય છે; સમકિતની અતિ નિર્મળતા થાય છે; સ્નેહીજનનું હિત થાય છે; જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર વગેરે થાય છે; તીર્થની પ્રભાવના થાય છે; જિનેશ્વરે કહેલા વચનનું પાલન થાય છે; તીર્થકર નામકર્મનો બંધ થાય છે; સિદ્ધિની સમીપે અવાય છે અને દેવ તથા મનુષ્યભવની પ્રાપ્તિ થાય છે–આ સર્વ તીર્થયાત્રાનાં ફળ છે. પ્રથમ તો મેરુ પર્વત સૌથી મોટો છે, તેનાથી પૃથ્વી મોટી છે; તેનાથી મેઘ મોટો છે; તેનાથી સમુદ્ર મોટો છે; તેનાથી અગત્ય મોટો છે; તેનાથી આકાશ મોટું છે; તેનાથી ગ્રહો મોટા છે; તેનાથી જિનેશ્વર મોટા છે –આ બધા એકબીજાથી અનુક્રમે મોટા છે. આ બધાથી મોટો, જિનેશ્વરે પણ પૂજેલો એવો, શ્રીસંઘ છે. તે સંઘનું
• • • • • • • • • • • • • • • • • • • • , , ,
પેથડકુમાર ચરિત્ર
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org