________________
પણ અધિપતિપણારૂપ અને સર્વ સ્થાનોમાં ઉત્તમ સ્થાનરૂપ માતા અને ગુરુની આશિષનું ફળ અગણ્ય પુણ્યથી પ્રાપ્ત થાય છે.”— ઇત્યાદિક ગુરુની વાણી સાંભળી ઝાંઝણ મંત્રીના મનમાં તીર્થયાત્રાનો ભાવ ઉત્પન્ન થયો, તેથી તેણે ઘણા દેશોમાં કંકોતરીઓ મોકલીને સકળ સંઘને બોલાવ્યો અને પ્રથમથી જ અશ્વો, રથ, ગાડાં, પોઠો વગેરે સર્વ સામગ્રી તૈયાર કરી. તે વખતે અઢી લાખ મનુષ્યો યાત્રાને માટે એકત્ર મળ્યા. પછી સંવત ૧૩૪૦ના માઘ સુદી ૫ ને દિવસે સારા મુહૂર્તે, ઉત્તમ શુકન વડે, સંઘે પ્રયાણ કર્યું. તે પ્રમાણને સમયે વાજિંત્રના શબ્દો વડે, નાટકડીના શબ્દો વડે, ચારણ-ભાટોના ષપદી છંદો વડે, સ્ત્રીસમૂહના ધવલ ગીત વડે, ગવૈયાઓના સંગીતના શબ્દો વડે, અશ્વોના હેષિત રવ વડે, વૃષભોના સમૂહની ડોકે બાંધેલી શબ્દ કરતી ઘંટડીઓના ઘોષ વડે અને રથના ચિત્કાર શબ્દો વડે આખું વિશ્વ એકશબ્દમય થઈ ગયું. તે સંઘમાં બાર જિનમંદિરો હતાં, તેમને ઊંચી ધ્વજાઓ બાંધેલી હતી; મનોહર ચામરો વીંઝાતા હતા અને તેમને સુવર્ણનાં તોરણો હતાં. દરેક જિનચૈત્યમાં નિરંતર નૃત્ય કરનાર એકેક નર્તકીનું પેટક, મૃદંગાદિક સામગ્રી સહિત, રાખવામાં આવ્યું હતું. તે સંઘમાં બાર હજાર ગાડાં હતાં. તે ગાડાંઓ ચામડાનાં વસ્ત્રોથી ઢાંકેલાં હતાં. તેમાં ધનની વૃષ્ટિ કરવામાં મેઘ સમાન બાર સંઘપતિઓ હતા. તેમાં કંઠ અને શીંગડાંઓને અનેક આભૂષણોથી શણગારેલા, અતિ વેગવાળા અને અતિ પુષ્ટ શરીરવાળા પચાસ હજાર
૧. પેડું -સમૂહ, જૂથ, ટોળું. ૧૬૧ ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્ ભુત શાસન-પ્રભાવના
• • • • • • • • • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org