________________
લાંબી સુવર્ણની પાટની ધ્વજા ઘડાવવા માંડી. તેમાં તે ધ્વજા નીચેના ભાગમાં રૂપાની પાટની, ઉપરના ભાગમાં સુવર્ણની પાટની અને વચ્ચે યજ નામના રેશમી વસ્ત્રની-એમ ત્રણ ભાતની ધ્વજા કરાવવા માંડી. બાવન દેવકુલિકાની મેખલા ઉપર, નેમિનાથના ચૈત્ય ઉપર અને અનુપમ નામના સરોવરની મધ્યે રહેલા ચૈત્ય ઉપર તે ધ્વજા બાંધીને ત્યાંથી આગળ ચાલ્યો. પછી ત્યાંથી આગળ ચાલતાં પંચરંગી રેશમી વસ્ત્રોથી વીંટેલાં વૃક્ષો ઉપર તે ધ્વજાને બાંધતો પર્વતને માર્ગે ચાલ્યો, અને તેની પાછળ તે જ માર્ગે સંઘ પણ ચાલ્યો. ત્યારથી તે માર્ગ ધોરી થયો છે. હંમેશાં સોની લોકો જેટલી ધ્વજા કરતા હતા, તેટલી પૃથ્વી જ સંઘ પણ જતો હતો. આવી રીતના પ્રયાણ વડે સંઘ સહિત તે મંત્રી પૃથ્વી પર પવિત્ર એવા ગિરનાર પર્વતને પામી તેના પર ચઢયો. ત્યાં શ્રી નેમિનાથના મસ્તક પર તે ધ્વજા ચઢાવી તેના ચૈત્યના શિખર સુધી વજાને લઈ ગયો. માર્ગમાં એકેક યોજનને છેતેણે ત્રણ દિવસ સુધી પહેક્ઝીર મૂક્યા હતા. આ સળંગ ધ્વજા ચોપન ઘડી સુવર્ણની બની હતી. તે વખતે કવિએ વર્ણન કર્યું કે, “ખરેખર, આ મંત્રી માલવ દેશનો સ્વામી છે (બીજા અર્થમાં મા એટલે લક્ષ્મી, તેનો લવ એટલે લેશ, એટલે અલ્પ લક્ષ્મીનો સ્વામી છે) એમ મને લાગે છે, કેમ કે પ્રાપ્તિ (શક્તિ) વિનાના એવા તેણે બે તીર્થમાં એક જ ધ્વજા ચડાવી (શક્તિવાળો હોય તો જુદી જુદી ધ્વજા ચડાવવી
૧. આ ઉપરથી જાણી શકાય છે કે, ત્રણ દિવસ પછી તે સળંગ ધ્વજા તીર્થના વહીવટ કરનારે ઉતરાવી લઈ યોગ્ય વ્યવસ્થા કરી હશે.
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૭૫
બંને તીર્થોમાં એક વજાનું દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org