________________
થાય છે. આ તીર્થમાં મનોહર મોટા પર્વતો છે, ચિત્તને આનંદ આપનાર ચેત્યો છે અને કાંતિ વડે શોભતી પ્રતિમાઓ છે. આવી પૃથ્વી કોઈ પણ ઠેકાણે નથી; આ કારણથી જ સર્વ સંઘ સહિત વસ્તુપાળ મંત્રીએ, અનુક્રમે વધતાં વધતાં, એક પુષ્પનું એક સોનામહોર મૂલ્ય થયું, તો પણ સર્વ પુષ્પો ખરીદ કરીને તે વડે સિદ્ધાચળની પૃથ્વીની પૂજા કરી હતી. ત્યાર પછી તે આભુએ નીચે ઉતરી સંઘ સહિત ઝાંઝણ મંત્રીને મોટી ભક્તિથી જમાડ્યા. તે જોઈ મંત્રી અતિ આશ્ચર્ય પામ્યો. પોતે અલ્પ દ્રવ્યનો વ્યય કર્યો તે બાબત તેણે પોતાના આત્માની નિંદા કરી અને તે આભુએ ઘણા દ્રવ્યનો વ્યય કર્યો તે બાબત તેની પ્રશંસા કરી.
બને તીર્થોમાં એક વજાનું દાન તે પછી મંત્રી તે તીર્થેશની રજા લેવા માટે પાંચ-છ દિવસે ફરીથી ગિરિરાજ ઉપર ચઢયો. ત્યાં ઉત્સાહપૂર્વક જિનેશ્વરને નમી પ્રથમ કરાવી રાખેલી સુવર્ણની ધ્વજા આદિનાથના મસ્તકથી આરંભીને દંડ સુધી બંધાવી. તે ધ્વજા બાંધતાં, જોઈએ તે કરતાં વધી પડી, તેની વધામણી બાંધનારે મંત્રીને આપી, કેમ કે બધાં કાર્યમાં વસ્તુની વૃદ્ધિને સન્દુરુષો વખાણે છે. ત્યાર પછી આનંદથી તે મંત્રીએ સોની લોકોની પાસે એક મૂડા હાથની પહોળી અને ગિરનાર સુધી પેથડકુમાર ચરિત્ર
૧૭૪
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org