________________
પોઠિયા હતા. ઘણા પરિવાર સાથે શ્રી ધર્મઘોષસૂરિ નામના ઉત્તમ ગુરુ વસ્ત્રની પૌષધશાળામાં રહેતા હતા તથા બીજા પણ વીશ આચાર્યો પરિવાર સહિત હતા. તે સંઘની સાથે સુખાસનો, સૈન્ય, શ્રીકરીઓ, પાણીના વેણાંઓ, રસોઈયાઓ અને સુથારો વગેરે સર્વ સામગ્રીઓ હતી. વસ્ત્રનાં ઘર (તંબુઓ) તથા મોટા શસ્ત્રાદિક ભારને ઉપાડવા માટે સર્વ મળીને બારસો ખચ્ચર અને ઊટો હતાં. જાણે કે મોહરાજાને જીતનારું સૈન્ય હોય, સિદ્ધિપુરી તરફ જનારો સાથે હોય અને મંત્રીશ્વરના ઉદાર પુણ્યરૂપી લક્ષ્મીના વિવાહની જાન હોય એવો તે સંઘ ઘણાં ભોજન, શાક, ઘી, દૂધ, દહીં, પાણી, ઘાસ અને ઈધણાં વગેરે સામગ્રી વડે સુખકારક પ્રયાણ અને વિશ્રાંતિ (પડાવ) વડે ચાલતો હતો.
તે સંઘની રક્ષા કરવા માટે મંત્રીની સાથે રાજાએ સેલ્લ નામના શસ્ત્રને ધારણ કરનાર, મહાપરાક્રમી સિઘન નામના સેનાપતિને મોકલ્યા હતા. તેના બે હજાર સવારો અને બીજા એક હજાર પદાતિઓ આખી રાત્રિ તંબુઓના કિલ્લાની ફરતા ભમતા હતા. મંત્રીશ્વર સર્વ જનો જમી રહ્યા પછી જમતા હતા, સર્વ જનો સૂઈ ગયા પછી સૂતા હતા અને પ્રાતઃકાળે સર્વથી પહેલાં જાગતા હતા. ચાલતી વખતે માર્ગમાં સર્વ સંઘની પાછળ સિંઘન સન્નદ્ધબદ્ધ થઈને એક હજાર સવારો સાથે ચાલતા હતા, અને બે પડખે પાંચસો પાંચસો સવારો સંઘનું રક્ષણ કરતા હતા. તથા સંઘની આગળ શબ્દ કરતી ઘૂઘરીઓ
૧. જેણે બખ્તર ધારણ કર્યું હોય તે.
પેથડકુમાર ચરિત્ર
૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org