________________
સહિત પલાણેલા ઉત્તમ અશ્વ પર આરૂઢ થયેલા, અને તેથી ઉચ્ચઃશ્રવસ નામના અશ્વ ઉપર આરૂઢ થયેલા, ઇંદ્રની શોભાને ધારણ કરતા બળવાન મંત્રીશ્વર બખ્તર પહેરી, આયુધ (શસ્ત્રને) ધારણ કરી, એક હજાર અશ્વો અને પદાતિના સમૂહ સાથે, માર્ગમાં વાજિંત્રોના મોટા શબ્દપૂર્વક ચાલતા હતા. આવી રીતે ચાલતા સંઘની ઊડેલી રજ વડે ઇંદ્રાદિક દેવો પાપને નાશ કરનારું સ્નાન કરતા હતા.
ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રાસાદ
અનુક્રમે ચાલતો તે સંઘ બાલપુર નામના નગરમાં આવ્યો. ત્યાં મંત્રીશ્વરનો મામો નરપતિ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેણે શ્રીસંઘનો મોટો પ્રવેશોત્સવ કર્યો. ત્યાં ચોવીશ તીર્થંકરોનાં બિબોની સ્થાપના કરી તે મંત્રીશ્વર સંઘ સાથે પૃથ્વીરૂપી સ્ત્રીના નેત્ર સમાન ચિત્રકૂટ (ચિતોડગઢ)માં આવ્યો. ત્યાં સમગ્ર સંઘે ચૈત્યપરિપાટી વગેરે સવિસ્તર કરી ત્યાં રહેલા વિચિત્ર પ્રકારનાં આશ્ચર્યોને કૌતુકપૂર્વક જોયાં. તે પછી સંઘ પાપના સમૂહને નાશ કરનાર કરહેટક (કરેડા) નગરમાં ગયો. ત્યાં ઉપસર્ગનું હરણ કરનાર શ્રી પાર્શ્વનાથની જે શ્યામ પ્રતિમા છે, તેને સંઘે નમસ્કાર કર્યા. ત્યાં મોટા ઉત્સવપૂર્વક જે અવસરે મંત્રીશ્વરને સંઘના ઇંદ્ર (સંઘપતિ) કરવામાં આવ્યા, તે વખતે પંડિતજનોએ આ પ્રમાણે ઉત્પ્રેક્ષા કરી : ‘‘શું આ મંત્રીરૂપી સુભટ
ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રાસાદ
For Private & Personal Use Only
૧૬૩
૨
Jain Education International
www.jainelibrary:org