________________
કલિયુગરૂપી શત્રુઓને હણશે ? હા, કેમ કે તેનું વિશાળ કપાળ ધનુષ જેવું છે, તેમાં સરળ ભૂકુટિયુગલ છે તે પ્રત્યંચા સદશ છે અને તેમાં મનોહર તિલક કરેલું છે તે પ્રત્યંચા પર ચડાવેલા તીક્ષ્ણ બાણ જેવું છે.”
જ્યારે મંત્રીને તિલક કરવામાં આવ્યું, ત્યારે ગુરુ મહારાજે તેને કહ્યું : “હે ભદ્ર ! જે સંઘપતિ હોય તેણે દરેક પ્રયાણે નવું મોટું ચૈત્ય કરાવવું જોઈએ. તેવી શક્તિ ન હોય તો જે ઠેકાણે (નગરમાં) તિલક થયું હોય, ત્યાં તો અવશ્ય સંઘપતિએ મોક્ષલક્ષ્મીના દેહરૂપ જિનગૃહ કરાવવું જોઈએ.” આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી સંઘપતિએ ત્યાં એક ઠેકાણે શીધ્રપણે ચૈત્ય કરાવવાનો આરંભ કર્યો. પરંતુ દિવસે જેટલું કામ કર્યું હોય તેટલું રાત્રિમાં પડી જવા લાગ્યું. આ પ્રમાણે બે-ત્રણ સ્થાનકો બદલ્યાં તો પણ તે પડી જવા લાગ્યું, કેમ કે ત્યાં રહેલો ક્ષેત્રપાળ દેવ ઉદ્ધત હોવાથી મંત્રીનું કરાવાતું નવું ચૈત્ય સહન કરતો નહોતો. તેથી તે ઠેકાણે પહેલાનું શ્રી નેમિનાથનું નાનું ચૈત્ય હતું, તેને જ નવેસરથી મોટું કરાવવા માંડયું. તેને પણ તે ક્ષેત્રપાળ પાડી નાખવા લાગ્યો, ત્યારે મંત્રી શીઘ્રતાથી પરાક્રમ અને સત્તા વડે કરાવવા લાગ્યો, એટલે તે ક્ષેત્રપાળ ક્રોધ પામી સંઘના જનોને મસ્તકની પીડા, વર અને મરકીને ઉત્પન્ન કરી ઉપદ્રવ કરવા લાગ્યો. તે વખતે સંઘના મુખ્ય જનોએ મંત્રીને કહ્યું : “હે મંત્રી ! તમે ફોગટ બળ (બળાત્કાર) ન કરો. કેમ કે મનુષ્યો દેવને કદાપિ બળથી જીતી શકતા નથી. જુઓ કે, દ્રૌપદીએ ઇચ્છેલા કમળને લેવા માટે પાંચે પેથડકુમાર ચરિત્ર
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org