________________
કાવ્યના કર્તા શ્રી રત્નમંડન ગણિ
તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદરસૂરિના પટધર રત્નશખરસૂરિના શિષ્ય નંદિરત્નના શિષ્ય પં. શ્રી રત્નમંડન ગણિએ (જે ઓ આગળ જતાં આચાર્ય શ્રી રત્નમંડનસૂરિજીના નામે પ્રસિદ્ધ થયા એમણે) સંસ્કૃત ભાષામાં ઘણા ગ્રંથો રચ્યા છે.
આ “સુકૃતસાગરના સંબંધમાં એક વિચાર એ આવે છે કે, આ કાવ્યની રચના થઈ અને પેથડ-ઝાંઝણનો સ્વર્ગવાસ થયો તે પછીના વચગાળાના સમયમાં પેથડ-ઝાંઝણના પ્રસંગો વર્ણવતી નાની-મોટી કોઈક પણ કૃતિ રચાઈ હોવી જોઈએ કે જેના આધારે આ “સુકૃતસાગર'ની રચના થઈ હોય એવો સંભવ છે. જોકે આ વિચારનો કોઈ આધાર નથી–આ તો માત્ર કલ્પના જ છે અને એનું કારણ એ છે કે અનેક ઘટનાથી સભર એવા જીવનની સળંગ-રે માહિતી માત્ર જનતાની દંતબત્રીશીએ સવાસોથી વધુ વર્ષ સુધી કેવી રીતે અને કેવા રૂપમાં જળવાઈ શકે ? આ ચરિત્રમાં પેથડકુમારના જીવનની વ્યવસ્થિત અને સળંગ માહિતી મળે છે તેથી આવું અનુમાન કરવાનું મન થાય છે. બીજી વાત એ પણ છે કે, સુકૃતસાગરની રચના પહેલાંની ઔપદે શિક રચનાઓમાં પેથડના પ્રસંગો જોવા નથી મળતા.
આ ચરિત્રમાં દેદાશાહ, પેથડકુમાર અને ઝાંઝણકુમારના સદ્ ભાવપ્રેરક પ્રસંગો વર્ણવાયા છે.
પેથડકુમાર ચરિત્ર
(14)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org