________________
૪. ચરિત્રકાર શ્રી રત્નમંડન ગણિએ આ ગ્રંથની રચના ક્યારે
કરી ?
૫. દેવગિરિ (દોલતાબાદ)ના દેરાસરનું રૂપાંતર ક્યારે થયું?
– આવા પ્રકારના પ્રશ્નો ઊપજે તે સ્વાભાવિક છે. તે પ્રશ્નોના ઉત્તર મેળવવા જે થોડી શોધખોળ થઈ શકી તેનું તારણ આ પ્રમાણે છે : ૧. વિ. સં. ૧૨૮૦ આસપાસ પેથડકુમારનો જન્મ અને વિ.
સં. ૧૩૩૫ પછી અને વિ. સં. ૧૩૪૦ પહેલાં એમનો
સ્વર્ગવાસ ઘટે છે. ૨. વિ. સં. ૧૩૫૭માં આચાર્ય ધર્મઘોષસૂરિજીનો સ્વર્ગવાસ.
એટલે પેથડકુમાર અને ઝાંઝણકુમાર એ બન્નેને આ
સૂરિજીની નિશ્રાનો લાભ મળ્યો હતો. ૩. દેવગિરિનું દેરાસર વિ. સં. ૧૩૩૫માં બંધાયું. ૪. ચરિત્રકાર શ્રી રત્નમંડન ગણિએ આ ચરિત્રને અંતે આપેલી
પ્રશસ્તિમાં એના રચનાસંવતનો ઉલ્લેખ કર્યો નથી. પણ ઉપદે શતરંગિણીનો રચના સંવત ૧૫૧૭ મળે છે તેથી તે અરસામાં આ ગ્રંથ રચાયો હોય તેમ અનુમાન થઈ
શકે છે. પ. દેવગિરિના દેરાસરના રૂપાંતરની વિગત માટે આ પુસ્તકની પુરવણી ૪ જોવી.
પેથડકુમાર ચરિત્ર
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • (13)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org