________________
નોંધવામાં આવ્યા છે. જ્યારે પેથડકુમારના જન્મથી લઈને એમના સ્વર્ગવાસ પર્યન્તના સંપૂર્ણ જીવનનું વર્ણન આમાં મળે છે. એટલું ખરું કે આ ‘સુકતસાગર' છે તેથી આમાં મુખ્યત્વે એમનાં શાસનધર્મ-પ્રભાવક સુકૃત્યોની નોંધ મળે છે અને એ સ્વાભાવિક છે.
આ ચરિત્રના રચયિતા શ્રી રત્નમંડન ગણિના મનમાં પેથડકુમારે કરેલાં સુકૃત્યોની આદરભરી ઊંડી છાપ પડી છે તે ચરિત્ર વાંચતાં જણાઈ આવે છે. એને લીધે આ ચરિત્રનું નિરૂપણ પ્રાસાદિક, રોચક અને જીવંત થયું છે એ વાતની પ્રતીતિ તો આજે પણ તે વાંચનારને થયા વિના રહેતી નથી. વળી ચરિત્રકાર એક અચ્છા ઉપદેશકાર હોય તેમ લાગે છે. તેઓએ રચેલ ઉપદેશતરંગિણી' જોઈએ તો આપણને એમ લાગે છે કે તેઓની પાસે દૃષ્ટાંતોનો ભંડાર છે. રજૂઆતની શબ્દલાઘવી-કળા પણ તેમને હસ્તગત છે. આ ચરિત્ર આઠ તરંગોમાં વહેચાયેલું છે.
સુકૃતસાગર : ઇતિહાસના અજવાળે
મંત્રીશ્વર પેથડકુમાર ઐતિહાસિક વ્યક્તિ છે, તેથી વાચકોને તેમના સત્તા-સમય વગેરેની જિજ્ઞાસા થવાની જ
૧. પેથડકુમાર ક્યારે થયા ? ૨. ધર્મઘોષસૂરિજીનો સત્તાસમય કયો ? ૩. દેવગિરિ (દૌલતાબાદ)નું ભવ્ય જિનાલય ક્યારે બંધાયું?
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
પેથડકુમાર ચરિત્ર
(12)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org