________________
પરિમાર્જન
વિ. સં. ૨૦૩૩માં આ ‘સુકૃતસાગર' (ગુજરાતી) પ્રકાશિત થયું ત્યારે તેની પ્રસ્તાવનામાં મંત્રીશ્વર પેથડે આબૂ ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યાનું લખ્યું હતું અને તે હકીકતના સમર્થનમાં એક શિલાલેખનો
શ્લોક પણ આપ્યો હતો; અને પંદરમા શતકની શરૂઆતમાં પેથડરાસની-પેથડના જીવનપ્રસંગો વર્ણવતી ગુજરાતી રાસકૃ તિ રચાયાની વાત પણ લખી હતી. પણ આ આવૃત્તિ તૈયાર કરતી વખતે ઐતિહાસિક સાધનોનું ઝીણવટથી અવલોકન કરતાં જણાયું કે, આબૂ ઉપર જીર્ણોદ્ધાર કરાવનાર અને પેથડરાસમાં જેનાં સુકૃતોનું વર્ણન કરવામાં આવ્યું છે તે પેથડ આ દેદાશાહના પુત્ર પેથડકુમારથી જુદા છે. એકસરખા નામની-પેથડ નામધારી-વ્યક્તિ ચૌદમા-પંદરમા સૈકામાં ત્રણથી વધારે નોંધાઈ છે.
પુનઃપ્રકાશનનું સંસ્કરણ
આ “સુકૃતસાગર’ મૂળ સંસ્કૃત ચરિત્ર વિ. સં. ૧૯૭૧માં ભાવનગરની શ્રી જેન આત્માનંદ સભાએ પ્રકાશિત કર્યું હતું, જેનું સંપાદન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજે કર્યું હતું. તે પ્રત જીર્ણ થઈ જતાં અને તેની પ્રાપ્તિ મુશ્કેલ બની ગઈ તેથી તે મૂળ ચરિત્રનું પ્રકાશન ઉપયોગી પરિશિષ્ટો આપવા સાથે સંપાદિત કરી વિ. સં. ૨૦૩૨માં અંધેરી ગુજરાતી જૈન સંઘ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર પણ જેન આત્માનંદ સભા
પેથડકુ માર ચરિત્ર
(15)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org