________________
દ્વારા જ વિ. સં. ૧૯૮૬માં પ્રકાશિત થયું હતું. ઘણાં વર્ષોથી તે આવૃત્તિ સુલભ ન હતી અને અનેક સુજ્ઞ વાંચકો દ્વારા તેની વારંવાર માંગણી થતી હતી, તેથી તેમાં સામાન્ય ભાષાકીય સુધારો કરીને તેનું પ્રકાશન વિ. સં. ૨૦૩૩માં થયું હતું. ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જ “સુકૃતસાગર'ના ગુજરાતી ભાષાંતરની આવૃત્તિ ખપી ગઈ અને છતાં તેની માંગ થતી રહી. એટલે શ્રી પેથડકુમારના જીવનચરિત્રની અનેક વિશેષતાઓના કારણે વાચકોને તે વારંવાર વાંચવું ગમે તેવું હોવાથી તેની બીજી આવૃત્તિ કરવાનું હાથ ધર્યું
વાચકોના હાથમાં ઉચ્ચ વાચન
જ્યારે વાચકોની વાચનભૂખ દિવસે દિવસે ઊઘડતી જાય છે ત્યારે વાચકોના હાથમાં આવું જીવનના ઉમદા આદર્શો રજૂ કરતું સુવાચ્ય વાચન આપવામાં આવે તે આનંદદાયક બીના ગણાવી જોઈએ; અને ઉચ્ચ આદર્શલક્ષી એ વાચનસચિને વખાણવી જોઈએ અને વધાવવી જોઈએ.
' આ વખતે પરિશિષ્ટમાં પેથડનિર્મિત દૌલતાબાદના મંદિરના ઇતિહાસની સારી સામગ્રી આપવામાં આવી છે, જેથી એ દેરાસરના ઇતિહાસ ઉપર સારો પ્રકાશ પડે છે.
આ પ્રકાશનમાં સહૃદય સજ્જન શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈનો સારો સાથ-સહકાર મળ્યો છે અને તેઓની સંપાદન-મુદ્રણ અંગેની પેથડકુમાર ચરિત્ર
(16)
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org