________________
પ્રાણીઓના કરોડો મનોરથોને પૂર્ણ કરનાર, દુ:ખને દૂર કરનાર, સુંદર મહિમાવાળા અને ઇંદ્ર સમાન ભોગવાળા શ્રી પાર્શ્વનાથને નમન કર્યું. કલ્પવૃક્ષની પાસે ભમરાઓના સમૂહ આવે, તેમ તે જીરાઉલી પાર્શ્વનાથની પાસે તેના પ્રભાવરૂપી સુગંધથી આકર્ષિત અને ચોતરફ સ્તુતિરૂપી ઝંકાર શબ્દને કરતા ઘણા પુણ્યવંત સંઘો નિરંતર આવે છે. તે પાર્શ્વનાથનું મંત્રીએ લક્ષ્મીના પાત્રરૂપ સ્નાત્ર કર્યું; કરોડ પુષ્પો ચઢાવી પૂજા કરી; છ મણ કપૂરનો ધૂપ કર્યો અને મોતીની માળાવાળો સોનાના તંતુનો ભરેલો રેશમી વસ્ત્રનો ઉલ્લોચ એક લાખ રૂપિયાના વ્યયથી તૈયાર કરાવી તે ચૈત્યના મંડપમાં બાંધ્યો.
તે પછી સંઘ અનુક્રમે ચાલતો આબુ પર્વત ઉપર ગયો. તે પર્વત ઉપર પુષ્પ અને ફળો સહિત અઢારભાર વનસ્પતિ રહેલી છે. તે પર્વત પોતાની ઊંચાઈ વડે સ્વર્ગનો ભેદ કરશે એવી શંકાથી ઇંદ્ર પણ વ્યાકુળ થતો હતો. ઊંચે રહેલા બાર સ્વર્ગલોકનો જાણે માર્ગ હોય તેમ તે શ્રેષ્ઠ પગથિયાં વડે શોભે છે; ગંગા વગેરે મિથ્યાદષ્ટિનાં તીર્થોની શ્રેણિને પણ તે ધારણ કરે છે; તેના શિખર ઉપર જળનાં ભરેલાં વાદળાંઓ સ્થિર થઈને ક્રીડા કરે છે તથા ચડવાના પરિશ્રમના પરસેવાથી વ્યાપ્ત થયેલા શરીરને પ્રીતિ આપનાર વાયુ તેના પર મંદ મંદ વાયા કરે છે—આવા આબુ પર્વત પર સંઘ ચડચો. ત્યાં રહેલુ ચૈત્ય વિંધ્યાચળ પર્વતથી વધારે લાંબુ, કૈલાસ પર્વતથી પણ વધારે ઉજ્જ્વળ, હિમાલય પર્વતથી પણ વધારે શીતળ અને મલયાચળ
૧. ચંદરવો.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૬૬
www.jainelibrary.org